________________
અને ઉત્થાન, કરે, એ ય પાછી એવી વિકસાવે, એવી વીકસાવે, કે હૈયું ગદ્ગદ અને ભીનું લચબચ થઈ જાય, એય એટલું બધું કે કદાચ આંખમાં આંસુ ઊભરાય; જેમ મહાવીર પ્રભુને ઘર ઉપસર્ગ કરનાર સંગમ દેવતા પર દયાના આવેગથી આંખ ભીની થઈ ગઈ–આવું કંઈક થાય તે એ દયાગુણ ખૂબ જોરદાર બન્યા કહેવાય. એના પર શુભ અધ્યવસાયનું જોર વધતું ચાલે.
ગુણપક્ષપાત વધવા પર:
સંભવ છે કુમારના શુભ અધ્યવસાયનું જોર આ રીતે વધી ગયું હોય; અથવા ગુણાનુરાગ–ગુણપક્ષપાતમાં ઉછાળો આવવાથી પણ એમ બન્યું હોવાનો સંભવ છે. શીલગુણને જાગતે પ્રભાવ દેખે કે દુશ્મને થંભી ગયા છે ! શ ઘા કરી શક્તા નથી ! ત્યાં એ શીલગુણ ઉપર અનુરાગ વધી ગયે હાય. “વાહ, આ પ્રભાવક શીલ ગુણ છે ! શી શીલની બલિહારી !! અમે બીજા ફાંફા નકામા મારીએ છીએ. આટલા ઊંચા પ્રભાવવંતા શીલગુણ પર કેમ નિર્ભર ન બનીએ? ધન્ય!” એમ શીલગુણને પ્રેમ-મમતા–આકર્ષણ વધી ગયાં હોય; તેથી શુભ અધ્યવસાયની પ્રબળતા વધી જવાનો સંભવ છે. એ ગુણને અનુરાગ વધી જવામાં ત્યાં પછી બીજી જડ સામગ્રી, જડનું બળ, અને જડની અનુકુળતાઓ વગેરે તે તુચ્છ અતિ તુચ્છ લાગે. જડ ઉપાયોને પુરુષાર્થ બેકાર ભાસે.