________________
અને ઉત્થાન
ક્ષમા-સહિષ્ણુતા ગુણ વધવા પર :
એમ પિતાનામાં સહિષ્ણુતા વધે, ક્ષમા-સમતા વધે, એના ઉપર પણ શુભ અધ્યવસાયની પ્રબળતા વધી શકે. તે એ રીતે કે પિતાને કંઈ વેઠવાનું આવ્યું, ત્યાં મન એટલું કાઠું અને બેપરવા કરી લેવાય કે આ સહવાનું કુછ વિસાતમાં ન લાગે. મનને એમ થાય કે “આમાં વળી સહવા જેવું છે જ શું ? શાનું કષ્ટ? મારે તે આમાં લીલાલહેર છે. ક્યાં નરકના ત્રાસ? કયાં આ ?”
ચૌવિહાર ઉપવાસ-છઠ્ઠ–અઠ્ઠમ કર્યો, પણ તરસ જોરદાર લાગી ગઈ, ત્યાં મનમાં જરાય વિકાર ન થવા દે. વિચારે કે “આમાં શું છે? નરકના જીવ બિયારા આથી અનંતગુણી કેવી જાલિમ તૃષા સહે છે! આમાં ક્યાં મરી જઈએ છીએ? આ તો ખરેખરી તક મળી કે ઉપવાસધર્મ તે છે જ, પણું વધારામાં પરિસહધર્મ આરાધવાને મને ! અને જડ કાયાપુદ્ગલને કષ્ટ પડે એમાં મારા આત્માને શું ? કાયા તે પાડેલી છે, ભાડૂતી છે. કાયા તે સુખશીલતા ભેગવી આત્માના શત્રુની ગરજ સારનારી છે! એ તે કુટાવાને જ લાયક છે. મહાપુરુષોએ એને આથી પણ કઈ ગુણી કુટી છે. મારા મહાવીર પ્રભુએ એને છ- છ મહિનાના સળંગ વિહાર ઉપવાસમાં તગેડી છે! તે મારો ઉપવાસ કે છ અઠ્ઠમ શી વિસાતમાં છે? એમા તૃષાની શી તકલીફ કહેવાય ?'
ચંદનબાળાએ જે અભિગ્રહ પૂર્યો તે મહાવીર ભગવાને શાસ્ત્રીય પિષ વદ એકમે એટલે કે ગુજરાતી માગશર