________________ પુણ્યપાલ ચરિત–૧ દલ કમળ તેડી મારા ઓળામાં મૂકી દીધું. બસ, પછી. મારી આંખ ખૂલી ગઈ. મેં જે જે સ્વપ્નશાસ્ત્ર વાંચ્યાં છે, તે પ્રમાણે વિચાર કર્યો કે હું પુણ્યાત્મા પુત્રની માતા અનીશ. સુબુદ્ધિ પિતાની પત્નીને છાતીએ લગાવી બોલ્યા : પ્રિયે! તું બહુ બુદ્ધિશાળી છે. લેકે પણ એવું કહે છે કે કમળ પુષ્પોથી ભરેલાં સરેવર, કેરીથી ભરેલે " આંબાનો બગીચો, ગોરસથી ભરેલે કળશ વિગેરે સ્વપ્નમાં કેઈ સ્ત્રી જુએ તે એ સ્ત્રી ભાગ્યશાળી પુત્રની માતા બને છે. આની સાથે એક શરત પણ છે.” - છેલ્લી વાત કહેતાં મંત્રી સુબુદ્ધિ હસ્યા. કમલાવતીને જિજ્ઞાસા થઈ કે શું નવી વાત કહેશે. તેથી પૂછયું : “શરત કેવી? સિમત સાથે મંત્રી બોલ્યા : “શરત એ છે કે જે પતિ પરદેશમાં હોય તે સ્ત્રી ગમે તેવાં સપનાં જુએ તે પણ તેને કશું ના થાય.” આ સાંભળી કમલાવતી એક ઝાટકા સાથે પતિથી જુદી થઈ ગઈ અને હસતી હસતી અંદર જતી રહી. મંત્રી બોલાવતા રહ્યા. પછી એ પણ રાજસભામાં જતા રહ્યા. આ વાતે રાજસભામાં જવા માટે તૈયાર થયેલા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust