Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ === 24 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ભાવ ઉત્પન્ન થયા ને ચાલ્યા ગયા. હૈયામાં અકથ્ય ઉલ્લાસ થયો. યૌવનને થથરાટ થનથની રહ્યો, સૌંદર્ય ફાટ ફાટ થવા લાગ્યું. એ સ્નાનથી શુદ્ધ થયેલી નવેઢા કલાવતીના વદન ઉપરે સ્ત્રીત્વના ભાવ જાગૃત થયા કે શું ? - એ આરિસામાં પોતાના વદનને અનિમેષ નયને જતી કલાવતીએ તરતજ એક પ્રતિબિબ વદન જોયું અને ચમકી. અરે આતો એ હવે શું ? કયાં જાઉં ? સંતાઈ જાઉં ? કલાવતી ગભરાઈ ગઈ. પિતાના કેશકલાપને આમ તેમ નચાવતી હરણીની માફક કુદાકુદ કરતી કરતી એક ખુણામાં સંતાઈ ગઈ–ભરાઈ ગઈ આવનાર પુરૂષ બીજે તે કેણ હોય, ? એતો રાતદિવસ એના રૂપનું પાન કરનાર શંખરાજ પતે જ હતો, પ્રિયાનાં દર્શનને અધિર રાજા 'પ્રિયાનું દર્શન કરવારીઝવવા અત્યારે કળાએ પણ હાજર થયા હતા. પ્રેમી આશકને પ્રિયાના ધ્યાન સિવાય બીજું કશું ધ્યાન હોઈ શકે? એના હૃદયમાં તો પ્રિયાનું જ સ્થાન હોઈ શકે. શંખરાજ પ્રિયાના સૌંદર્યને નિખતો મંદમંદ ડગલાં ભરત મનમાં અકથ્ય રમણ મુંઝવણને અનુભવતો એ સંતાયેલી પ્રિયાના સન્મુખ હાજર થયો. દષ્ટિથી એ સર્વાગ સુંદર અંગોપાંગના સૌદર્ય-લાલિત્યનું પાન કરવા લાગ્યો, વાહ ! સંતાઈ જતાં તો સારૂ આવડે છે ?" રાજા હસ્ય. નવોઢા કલાવતી શરમની મારી નીચેથી ઉચે મસ્તક પણ શી રીતે કરી શકે? લજા એ તો નવેઢા નારીઓનું ઉત્તમમાં ઉત્તમ ભૂષણ કહેવાય. શરમથી પૃથ્વી માર્ગ આપે તો જાણે પેસી જાઉ. શું કરૂ? એ ગભરૂ નારીને અત્યારે હિંમત આપે તેનું કેણ હતું ? પૃથ્વી પણ માગ આપવાને અત્યારે નવરી નહોતી. મેત પણ અત્યારે તો મંદમંદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust