Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 22 પૃથ્વીચંદ્ર અને ગુણસાગરા પછીના એક દિવસે મોટા મહોત્સવ પૂર્વક શંખરાજા અને રાજબાળ કલાવતીનાં ધામધુમથી લગ્ન થઈ ગયાં. કન્યાદાનમાં જયસેનકુમારે વિજયરાજે જે જે વસ્તુઓ હાથી, ઘોડા, રથ, વસ્ત્રાભરણ, જર ઝવેરાત, દાસ, દાસીઓ વગેરે આપેલી હતી તે કરતાંય વધારે આપી દીધું. શંખરાજાના આગ્રહથી કેટલોક સમય રોકાઈ રાજાની આજ્ઞા મેળવી જયસેનકુમાર પોતાના પરિવાર સહિત પોતાના નગર દેવશાલપુર તરફ ચાલ્યો ગયે, પુન્યવંત મનુષ્યોને જગતમાં શું શું નથી મળતું ? જે વસ્તુઓ દૂર છે, દુ:ખે કરીને મેળવી શકાય તેવી છે, પ્રયત્ન કરવા છતાં પણ અસાધ્ય છે, તેવી દુ:સાધ્ય વસ્તુઓ પણ પુન્ય હોય તો તરતમાં જ મળી શકે છે. એ જાણ્યા પછી એ કે પ્રમાદી હોય કે પુન્ય કરવામાં પાછી પાની કરે ? પુન્યપ્રકૃતિ બાંધવા. માટેનાં જે જે કારણે હોય તેની જરૂર આરાધના કરે, ધર્મને ગમે તે અંગનું આરાધન કરી પુન્યના ભંડાર ભરે પરિચ્છેદ 3 જે. '' : , સૌંદર્યનાં જાદુ " .. . : 1 ઘનમન ચાર, પાના ધર્મના જગ્યતે ઘર્ષતો મોક્ષ તેનો વર્ષ : 1. - ભાવાર્થ–જગતમાં ધર્મ કરવાથી અગણિત ધનની : પ્રાપ્તિ થાય છે, મનની સર્વે અભિલાષાઓ અને ભેગs : ઉપભેગની વસ્તુઓ પણ ધર્મ થકી જar પ્રાપ્ત થાય છે P.P.AC. Gunratnasu