________________
અવતાર
અવતાર
અભૂત બન્યું. તે ઉપરથી પૃથ્વીનું નામ ભૂમિ. તૈતરીય આરણ્યકમાં કહ્યું છે કે “હાથવાળા કાળા રંગના વરાહે પૃથ્વીને પાણી ઉપર કાઢી.” શતપથ બ્રાહ્મણમાં કહ્યું છે કે ઇમૂશ નામના વરાહે એને બહાર કાઢી તે વખતે પૃથ્વી એક વેંત જેવડી હતી. પ્રભુ પ્રજાપતિએ એને વધારીને બે વેંત જેવડી કરી. રામાયણમાં બ્રહ્માએ વરાહરૂપ ધારણ કરીને પૃથ્વીને પાણી ઉપર આસ્થાનું કહ્યું છે.
કુર્માતાઃ શતપથ બ્રાહ્મણમાં છે કે પ્રજાપતિએ. ફર્મ – કાચબાનું રૂપ ધારણ કરીને પ્રજા ઉત્પન્ન કરી. એણે જે કર્યું – અકરાંત તે કુ.
મસ્યાવતાર મતસ્યાવતારનું નામ સૌથી પ્રથમ શતપથ બ્રાહ્મણમાં મળી આવે છે. જળપ્રલય સંબંધે કહેતા ત્યાં મત્સ્યનું વર્ણન કર્યું છે. મનુએ પોતે સંધ્યાવંદન કરવાને માટે આણેલા જળમાં મસ્યમાછલું દીઠું, મત્સ્ય મનુને કહ્યું કે જળપ્રલય થવાને છે અને પ્રાણીમાત્ર તેમાં તણુઈ જઈ નાશ પામશે; પણ હું તને બચાવીશ. આ માછલું મેટું મોટું થતું ગયું અને એક પછી એક વાસણ અને જગા બદલી બદલી આખરે સમુદ્રમાં મૂક્યું પડ્યું. જતાં જતાં માલું મનુને એક વહાણ તૈયાર કરવાનું કહેતું ગયું. એણે કહ્યું કે પ્રલય થાય, ત્યારે તું વહાણુમાં બેસી જજે. માછલાના કહ્યા પ્રમાણે પ્રલય થયો. આખી દુનિયા ઉપર જળ જળ થઈ ગયું. પાણી આવ્યું કે મનુ વહાણુમાં બેસી ગયે. પછી પેલું માછલું તરતું તરતું મનુ પાસે આવ્યું. મનુએ પિતાના વહાણને માછલાના શિંગડા સાથે બાંધ્યું. માછલું વહાણને સલામતી ભરેલા સ્થળ ઉપર લઈ ગયું. મહાભારતમાં પણ પ્રલયની વાત સહજ ફેરફાર સાથે આવી જ વર્ણવી છે. ઇતર ધર્મગ્રંથોમાં પણ પ્રલયની વાત છે. ખ્રિસ્તી ધર્મમાં, મુસલમાની ધર્મમાં પાઠફેર આનું જ વર્ણન આપેલું છે.
પહેલાંના ગ્રન્થોમાં વરાહ, કુર્મ અને મસ્યા વતાર પ્રજાપતિ - બ્રહ્મા સંબંધે કહ્યા છે. ત્રણ
પગલાં સંબંધી વાત વિષ્ણુના “વામનાવતારનું મૂળ વસ્તુ છે. એ અવતાર ખરું જોતાં કેઈ અમુક દેવનાં વખાણ કે કીર્તિ કરતાં આકાશી પદાર્થ અને કુદરતના ચમત્કારના વર્ણન સંબંધે છે. મહાભારતના સમયમાં વિષ્ણુ એ દેવામાં અગ્રગણ્ય દેવ મનાતા હતા. એમાં વિષ્ણુના અવતારનાં ઓછાવત્તાં વર્ણને આવે છે. પણ પુરાણોમાં તે અવતારોનાં સવિસ્તર અને સંપૂર્ણ વર્ણને ઉપલબ્ધ થાય છે.
સામાન્યતઃ અવતાર દસ મનાય છે, અને તે બધા વિષ્ણુના ગણાય છે. રક્ષણ કરનાર દેવ વિષ્ણુ હેવાથી જગતને ભય અગર દુઃખમાંથી બચાવવા સારુ વિષ્ણુએ અવતાર ધારણ કર્યા મનાય છે.
શતપથ બ્રાહ્મણમાં મર્યાવતાર વિષે આવેલી ઉપર કહી ગયા છીએ તે માછલાની વાત આ અવતારને અંગે લેવાઈ છે. જુદાં જુદાં પુરાણમાં આ વાત સહેજ પાઠફેર છે, એ પણ કહી ગયા છીએ. મનુષ્ય પ્રજા ઉત્પન્ન કરનાર સાતમા મનુ વૈવસ્વતને જળપ્રલયમાંથી બચાવી લેવાના હેતુથી આ અવતાર ધારણ કર્યો હતો. મને પિતે સંધ્યાવંદન કરવા બેઠો હતો તે વખતે એની અંજલિમાં એક નાનું માછલું આવ્યું. એણે દયા કરીને એને જળપાત્રમાં મૂકયું. પણ થોડી વારમાં એ બહુ મેટું થઈ ગયું. એને બીજા મોટા વાસણમાં મૂતાં ત્યાં પણ સમાય નહિ એવડું મોટું થઈ ગયું. તળાવ, નદી અને આખરે એને સમુદ્રમાં મૂકવું પડયું. મનુને આ ઉપરથી આ સામાન્ય મસ્ય નહિ, પણ દેવાંશી લાગ્યું. આ મત્સ્ય તે એ રૂપે વિષ્ણુ ભગવાન જ હતા. મનુએ તેમની પૂજા કરી. પછી મસ્તે પ્રલય થવાની આગાહી કરી અને એક વહાણ તૌયાર કરવાની આજ્ઞા કરી. પછી જ્યારે પ્રલય થયો ત્યારે વૈવસ્વત મનુ, ઋષિઓ અને સઘળા ભૂતપદાર્થો લઈને વહાણે ચઢો. પૃથ્વી માત્ર જળ જળબંબાકાર થઈ ગઈ અને બધાંને નાશ થયે, પણ મનુનું વહાણ તરતું રહ્યું. આ વખતે મસ્વરૂપે વિષ્ણુ ભગવાન ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org