________________
ઇન્દ્રજિત
ત્યાર પછી મકરાણ યુદ્ધે ચઢયો અને મરાયે; ત્યારે પણ રાવણે મેઘનાદને ફરી યુદ્ધ કરવા મોકલ્યા હતો. તે વખતે પણ પોતાની રીત પ્રમાણે નિકું. ભિલામાં જઈ રથમાં બેસી રામની સેના ઉપર ચઢયો હતો. વાનરસેનાને અતિશય પીડા કરી જેથી એ બધા વ્યથિત હતા. તેવામાં એણે પિતાના રથમાં દીન શબ્દ “રામ, રામ”, ઉચારતી માયિક સીતા ઉપજાવી અને વાનરસેનાના દેખતાં તેને વધ કર્યો. સુગ્રીવાદિકેને એ ખરી સીતા જ હતી, એમ લાગવાથી સઘળા કાકુળ થઈ ગયા જાણી આનંદે ગર્જના કરતે મેઘનાદ લંકા ગયા. / વા રા૦ યુદ્ધ સ૦ ૮૧.
અહીં વિભીષણે સુગ્રીવાદિક વાનરેને સાંત્વન કરીને સમજણ પાડી કે એ ખરી સીતાને વધ નહોતો. એ તે માત્ર મેઘનાદની આસુરી માયાની કતિ જ દેખાડી હતી. આ પ્રમાણે સમાધાન કરવાથી વાનરસેના સ્વસ્થ થતી હતી, તેટલામાં મેઘનાદ નિકુંભિલામાં ગયો અને બ્રહ્માએ આપેલા વરદાન પ્રમાણે હવન કરવાને પ્રારંભ કર્યો. હવનમાં ભંગ ન થાય અને ત્યાં કેઈ પણ આવી ન શકે માટે ઠેર ઠેર રાક્ષસેની ચોકી મૂકી. વિભીષણને આ વાતની ખબર પડી એટલે એણે રામની આજ્ઞા લઈને મેટી વાનરસેના સહિત લમણને ત્યાં મોકલ્યા. પાછળથી પોતે પણ ત્યાં ગયે. હનુમાન વગેરે પ્રમુખ વાનરને એણે ચેતવ્યા કે જો આ યજ્ઞ પૂર્ણ થશે તે મેઘનાદ અજિત બનશે; માટે ઉતાવળા એને ભંગ કરે. આ ઉપરથી એમણે આસપાસના રાક્ષસને મારી નાંખી યાને ભંગ કર્યો. એને યજ્ઞ લગભગ પૂરો થવા આવ્યું હોવાથી આટલી ખુવારી થતાં પણ એણે એ તરફ લક્ષ આપ્યું નહિ. પરંતુ વાનરોએ એના શરીર પર અનેક રીતે પ્રહાર કર્યા અને પાષાણની વૃષ્ટિ કરીને યજ્ઞને અગ્નિને ઓલવી નાંખ્યા, ત્યારે નિરુપાય થઈ મેઘનાદ, ક્રોધ કરીને ઊઠયો. એણે વાનરેને મારવા માંડ્યા અને બહુ પીડા કરી. પછી પાસે ૧૦
ઇજિત જ અદશ્ય થવાનું વડનું ઝાડ હતું તે તરફ એણે જવા માંડયું. પરંતુ વિભીષણે એને ત્યાં જવા ન દેશે એવી સૂચના કર્યા પરથી મારુતિ વગેરેએ એને એ બાજુ જવા ન દીધે. આ ઉપરથી મેઘનાદે જાણ્યું કે મારું હવન સ્થળ તેમ જ વટવૃક્ષ વગેરે ગુપ્ત વાત વિભીષણે જ શત્રુઓને જણાવી દીધી છે, એમાં શક નથી. ભલે પહેલે એને જ મારો ગ્યા છે ધારી એણે વિભીષણને ધિક્કાર કરી એની નિંદા કરવા માંડી. મેઘનાદ કહે, અરે, વિભીષણ તું લંકામાં નાનેથી મોટો થશે અને આ યુહપ્રસંગમાં સ્વજનને ત્યાગ કરીને શત્રુને શરણ ગયે! તું મારા પિતાનો ભાઈ સબબ મારો કાકે થાય, એથી હું તારા પુત્ર જેવો છતાં તું મારે દ્રોહ કરે છે, તે ભૂમંડળમાં તારા જેવો પાપી બીજો કોઈ નહિ હેય. વિભીષણે કહ્યું કે તમે બધા રાક્ષસ દુષ્ટ અને અધમી છો. માટે જ મેં તમારો પક્ષ તો છે. આ પ્રમાણે બંનેનું સંભાષણ થતું હતું એટલામાં લમણે આગળ આવી મેઘનાદ સાથે યુદ્ધ આરંવ્યું. લમણે એના સારથિને મારી નાખે એટલે એણે ઘેડા પિતાના હાથમાં લઈને પણ યુદ્ધ કર્યું. પ્રમાથી, રભ, શરભ અને ગંધમાદન નામે ચાર વાનરોએ મેઘનાદના રથના ચારે અશ્વને મારી નાખ્યા. મેઘનાદ બીજ રથમાં બેસીને આવ્યો એટલે વિભીષણે લક્ષમણને કહ્યું કે એની સાથે બહુ સાવધતાથી યુદ્ધ કરજે. મેઘનાદે એને લક્ષમણુને આમ પ્રોત્સાહન આપતે સાંભળે એટલે એના ઉપર ક્રોધ કરીને શક્તિ ફેંકી, પણ લમણે તેને અધવચમાં જ કાપી નાખી. મેઘનાદે બીજી યમદત્ત શક્તિ કે કી તેને પણ લક્ષમણે નાશ કર્યો. એનું અને લક્ષ્મણનું ત્રણ અહોરાત્ર યુદ્ધ થયું. આમ છતાં પણ મેઘનાદ મરતો નથી તે જોઈને લમણે પ્રતિજ્ઞા કરી કે જો રામ ધર્માત્મા અને સત્યપ્રતિ હેય તે મેઘનાદ આ બાણથી મરણ પામે. આમ પ્રતિજ્ઞા સાથે બાણ છોડતાં જ મુકુટ અને કુંડળ સહિત મેઘનાદનું માથું તત્કાળ છૂટું થઈ જમીન પર પડ્યું. ભાર વન અ૦ ૨૮૮-૨૮૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org