________________
નલ
૩૦૨
નલ
પિતાની ઈચ્છા પ્રદર્શિત કરીને એને દમયંતી પાસે મોકલ્યો. હંસ દમયંતી પાસે ગયો અને નલના
સ્વરૂપ અને સદ્દગુણોનું વર્ણન કર્યું. હવે દમયંતીએ હંસના જવા પહેલાં નલના સૌંદર્યની હકીકત અને કીર્તિ સાંભળીને નલને વરવાની જ ઈચ્છા કરી હતી. તેથી હંસની વાતથી એને ઘણે આનંદ થયો. પિતે નલને જ વરશે એ નિશ્ચય એણે હંસને જણાવ્યો અને નલની પાસે સંદેશ લઈને મોકલ્ય. | ભાર વન અ૦ ૫૩.
કેટલાક સમય બાદ દમયંતીના સ્વયંવર આરંભ થયે. નલ સ્વયંવરમાં જવા નીકળ્યો. રસ્તામાં એને ઈદ્ર, યમ, અગ્ન અને વરણ એમ ચાર દેવતાઓ મળ્યા. એ દેવ દમયંતીનો સ્વયંવર જેવા જ જતા હતા. અને નલ પોતે જ મળી ગયે એટલે તેલનું સત્ય જોવાનું એમનું મન થયું. દેએ નલને કહ્યું કે હે રાજન! તું અમારે દૂત થા અને દમયંતીને કહે કે અમે એને પરણવાને આતુર છીએ. એમને તથાસ્તુ કહી વચન આપી નલ ગયે. નલે કુંડનપુરીમાં જઈને દમયંતીને મંદિરમાં પ્રવેશ કર્યો. ઈદે આપેલા વરદાનને લઈને દમયંતી અને સખીઓ સિવાય બીજા કોઈએ એને દીઠે નહિ. એ બેધડક છેક દમયંતી હતી ત્યાં જઈ શકયો. | ભા૨૦ વન અ૦ ૫૪-૫૫.
નલ દમયંતીના મંદિરમાં આવ્યું કે સખીએ આઘીપાછી થઈ ગઈ અને દમયંતી પણ એને જોઈને મોહિત થઈ ગઈ. હસતે મુખે સાંભળેલાં વર્ણન વગેરે ઉપરથી નિશ્ચય કર્યો કે આ નલ જ છે. આનંદમાં આવી જઈને દમયંતી કાંઈ બેલવા જતી હતી તે પૂર્વે નલે કહ્યું કે હું દેવના દૂત તરીકે તારી સમક્ષ આવ્યો છું. દમયંતીએ કહ્યું કે હું તો મનથી તને વરી ચૂકી છું. માટે ઇન્દ્રાધિ- દેવ હેાય કે ગમે તે હોય તેને હું પરણનાર નથી. પણ એમનું દૂતત્વ સ્વીકારીને તું આવેલ છે, તે મારી તરફથી એમને સ્વયંવરમાં આવવાનું આમંત્રણ આપજે, જેથી એમને લાગે કે તે માથે લીધેલું દૂતત્વ કર્યું છે. નલ ત્યાંથી નીકળીને દેવો એની
વાટ જોતા હતા ત્યાં આવ્યા અને દમયંતીએ કહાવેલ સંદેશે અને બધું વૃત્તાંત તેમને જણાવ્યું. એ સાંભળીને બધા કુંડિનપુરમાં આવ્યા. દમયંતીની પરીક્ષા કરવાને દેવતાઓએ પણ નલનું જ રૂપ ધારણ કર્યું હતું. સ્વયંવર વખતે સભામાં નલ અને બરોબર નલનું રૂપ ધારણ કરેલા ચાર દેવતા જોડે જોડે બેઠા. બીજા હજારે રાજ ત્યાં આવ્યા હતા. તેમાંથી કેઈના સામું ન જોતાં દમયંતી ચાલતી ચાલતી નલની સમક્ષ આવી ખચકાઈને ઊભી રહી. જુએ છે તે એકને બદલે પાંચ નલ! એણે વિચાર્યું કે હવે શું કરવું ? તે મનમાં પ્રતિજ્ઞા કરી કે જો મેં નલ સિવાય બીજા કેઈને મનથી પણ ન ઈ હોય તે મારો વાસ્તવિક પતિ નલે મને દૃષ્ટિગોચર થજો. એમ થતાં જ એના પતિવ્રતપણાને પુણ્ય એને સૂઝ આવ્યું કે આ ચાર નલની આખાને નિમિષોન્મેષ નથી તેમ જ એઓ ભૂમિને સ્પશીને બેઠા પણ નથી. માટે એ દે છે. આમ ધારી એણે ખરા નલને ઓળખી કાઢી, તેના કંઠમાં વરમાળ આરોપી. / ભાર વન અ૦ ૫૬-૫૭.
દમયંતીએ નલને વર્યો એટલે બનેનાં રૂપ, ગુણ વગેરે સમાન દેખીને ચાર દેવોને બહુ આનંદ થ. નલનું દૂતત્વ કરવામાં સત્ય જોઈને પણ એએ આનંદ પામ્યા. પછી તે જતી વખતે ચાર દેવોએ તેને અક્કેકું વરદાન આપ્યું. ઇન્દ્ર કહ્યું કે તું યજ્ઞ કરીશ ત્યારે સઘળા દેવ તને દષ્ટિગોચર થશે અને અંતે તું ઉત્તમ ગતિને પામીશ. અગ્નિએ કહ્યું કે તું ઇચ્છીશ ત્યાં હું પ્રગટ થઈશ. વરુણે કહ્યું કે તું કહીશ ત્યાં હું હાજર થઈશ તેમ જ તારી પાસે કૂલ હશે તે સર્વ કાળ તાજો અને સુગધી ભરેલાં રહેશે અને કહ્યું કે તને પાકપરિજ્ઞાન ઊંચા પ્રકારનું થશે. આમ વર પ્રદાન કરીને દેવો પિતપતાને સ્થાને ગયા.
ભીમરાજાએ દમયંતીના સ્વયંવરને મોટો સમારંભ કર્યો. નલને દમયંતી સાથે પરણાવીને ઘણું દિવસ પિતાને ત્યાં રાખ્યો. પછી દમયંતી સહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org