________________
ગાલવ
૧૮૨
ગાલવ
તેને કોઈક ઠેકાણે વેચવા ગઈ. એટલામાં સૂર્યવંશી ઈવાકુ કુળને સત્યવ્રત રાજા એને રસ્તામાં મળે. એણે બાળકના ગળામાં દેરડી બાંધેલી જોઈને એને પૂછયું કે આ તું શું કરે છે? આ ઉપરથી તેણે એને બધે વૃત્તાંત નિવેદન કર્યો. રાજાએ કહ્યું કે એમ કરશો નહિ. જ્યાં સુધી તારા પતિ આવે ત્યાં સુધી હું રોજ થેડું માંસ એકલતા જઈશ. તે ઉપર તું અને છોકરાં નિર્વાહ કરજો. આ ઉપરથી બાઈએ છોકરાને વેચવાને વિચાર માંડી વાળી રાજા જે માંસ મેકલે તે ઉપર પિતાને અને બાળકોને નિર્વાહ કરવાનું ચાલુ રાખ્યું. આમ ગળામાં દેરડી બાંધવા ઉપરથી એ છોકરાનું નામ ગાલવ પડયું. | દેવી ભા૦ સપ્તમ અ૦ ૧૦. ગાલવ (૩) વિશ્વામિત્ર ઋષિને શિષ્ય. એણે વિશ્વા- મિત્ર ઋષિની, સો વરસ પર્વત ઘણી જ ઉત્કૃષ્ટ સેવા કરી હતી. તે ઉપરથી ઋષિએ ‘તને સંપૂર્ણ વિદ્યા પ્રાપ્ત થશે એ આશીર્વાદ આપીને પિતાને ઘેર જવાની આજ્ઞા કરી. એણે ઋષિને વિનંતી કરી કે આપ કાંઈ દક્ષિણ માંગે એમ મારા મનમાં છે. વિશ્વામિત્રે કહ્યું કે મારે હાલ ગુરુદક્ષિણું જોઈતી નથી, હું તારા ઉપર ઘણે જ તુષ્ટ છું. તું સ્વસ્થ ચિત્તે પિતાને ઘેર જા. આ ઉપરથી એણે સત્વર સમજી જવું જોઈતું હતું પરંતુ તેમ ન કરતાં ઋષિને આગ્રહ કર્યો કે ના, આપ કાંઈ પણ માંગે. આ ઉપરથી વિશ્વામિત્ર સહજ રેષ કરીને બેલ્યા કે વારુ ત્યારે, મને આઠસો શ્યામકર્ણ ઘડા આણી આપીને પછી ઘેર જજે. / ભાર ઉદ્યો અ૦ ૧૬.
વિશ્વામિત્રનું આ વચન સાંભળતાં ગાલવ ભયભીત થયે. પણ હવે કોઈ ઉપાય રહ્યો નથી જણ વિશ્વામિત્રને વંદન કરી ત્યાંથી નીકળી વિચાર કરવા લાગ્યો કે હવે શું કરવું ? મને આઠસો શ્યામકણું ઘેડા શી રીતે મળે ? જે ઘોડા મળ્યા છે તે ઠીક, પણ જે ન મળ્યા તે સારું પરિણામ નહિ આવે. પછી જે ઘેડા મળે તે જ જીવવું; નીકર દેહ પાડવાનો નિશ્ચય કરી એણે વિષ્ણુની આરાધના કરી.
ઘણા દિવસની આરાધના પછી વિષ્ણુએ એની પાસે ગરુડને મોકલ્ય, અને એને આજ્ઞા કરી કે ગાલવનું કાર્ય કરવું. ગરુડે આવીને પૂછયું કે તારે શું જોઈએ છે તે મને કહે. હું તારું શું ભલું કરું ? પિતાને ઘડા જોઈએ છે એ એણે પ્રથમ જ કહેવું જોઈતું હતું, તે ન કહેતાં મનમાં ઉદ્વેગ થતા હતા તેથી એમ કહ્યું કે મારે સંપૂર્ણ દિશાઓ જોવાની ઇચ્છા છે, માટે બતલાવો. ગરુડે એને પોતાની ખાંધ પર બેસાડી બધી દિશાઓ બતાવી. બધું જોઈને એને ઘણું આશ્ચર્ય લાગ્યું અને કહ્યું કે હું તે બેઠા છું ત્યાં જ રહીશ કેમ કે મારે દેહત્યાગ કરવો છે. ગરુડે પૂછયું કે તારે શું કરવા દેહત્યાગ કરવો છે? તારા જેવાએ આવા અમૂલ્ય દેહ ત્યાગ કરવો ઘટે નહિ, તારે જે હેતુ હોય તે મને કહે. એણે કહ્યું કે મારે આઠસો શ્યામકર્ણ ઘડા જોઈએ છે. એ ઘડા મારે વિશ્વામિત્રને ગુરુદક્ષિણામાં આપવા છે. પણ એ મળી શકે એમ ન હોવાથી મારે દેહ પાડવો છે. ગરુડે કહ્યું તે પહેલું કેમ ન કહ્યું ? ભલે એમ કહીને એને ખાંધ પર બેસાડયો અને યયાતિ રાજા પાસે જવા નીકળ્યા. રસ્તામાં ઋષભ પર્વત પર કઈ શાંડિલી નામની બ્રાહ્મણી હતી તેનું દર્શન કરીએ કહીને એ ત્યાં ઊતર્યો. એ બાઈ મહાતપરિવની હતી. એણે એને સાકાર કરીને પોતાને ત્યાં જ એને રાખી લીધો (ર. શાંડિલી શબ્દ જુઓ). પછી ગરુડ એને પાછો લઈને યયાતિ રાજા પાસે આવ્યું અને રાજાને કહ્યું કે આ બ્રાહ્મણને આઠસો શ્યામકર્ણ ઘડા જોઈએ છે તે ગમે તેમ કરીને પણ આપે. આમ કહીને ગરુડ પિતાને સ્વસ્થાને ગયે. / ભાર ઉઘોઅ. ૧૦૮-૧૧૪.
યયાતિ રાજાએ સે યજ્ઞ કર્યા હતા. યોની સમાપ્તિ થયા છતાં પોતે અરણ્યમાં જ રહેતા. આથી એમની પાસે પણ એ સમયે અશ્વ નહોતા. તેમ જ બ્રાહ્મણની સંભાવના કરવા જેટલું દ્રવ્ય પણ નહતું. માટે આ બ્રાહ્મણને શી રીતે સંતેષ એને એમને મોટે વિચાર થઈ પડ્યો. એટલામાં એમને એક વિચાર સૂઝયો અને બોલ્યા કે બ્રાહ્મણ, તું આ મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org