________________
દૈવી
ધ્રુવી એ નામની અપ્સરા. ઢવી (૨) અથવ વેદોપનિષત. ધ્રુવી (૩) દેવી, અગર મહાદેવી – 'ર ભગવાનની સ્ત્રી અને હિમવાનની પુત્રી, મહાભારતમાં એની જુદી જુદી ખાસિયતાને લઈને જુદા જુદા પ્રકારનાં નામેા કહ્યાં છે, પરંતુ પુરાણા અને પાછળના ગ્રંથેમાં એની મહત્તા ઘણી વધી છે. શંકર ભગવાનની સ્ત્રી-શક્તિ (બળ) તરીકે એનાં બે તરેહનાં રૂપ છે. એક શાંત અને બીજું ઉમ. તેના ઉદ્મ રૂપની બહુધા પૂજ થાય છે. રૂપ, ગુણ અને પરાક્રમને લઈને એનાં વિવિધ નામેા પડવાં છે પરંતુ આ નામે। સામાન્ય રીતે ભેદ વગર વપરાય છે.
૨૬૪
ઉમા – તેજરૂપ કહેવાય છે અને બહુ સુંદર આકૃતિવાળી છે. ગૌરી – પીળી અગર પ્રકાશિત, પાતી – પર્વતની, હિમવતી, જગન્માતા, જગતની જનેતા, અને ભવાની –ભવ-શિવની સ્ત્રી એ એનાં શાંત રૂપે છે.
દુર્ગા, કાલી, શ્યામા, ચંડી, ચ`ડિકા, ભૈરવી, મહાકાલી એ એનાં ઉગ્ર રૂપે છે. પશુનાં બલિદાન વગેરે આ રૂપને અપાય છે. તાંત્રિકાની કેટલીક બિભત્સ પૂજા પણુ આ રૂપને અંગે જ હાય છે. એને દશ, વીશ કે એથીયે વધારે ભ્રા કલ્પી છે, દરેક હાથમાં જુદાં જુદાં આયુધા ધારણ કરે છે. સુંદર દુર્ગાનું વાહન વાઘ છે. કાલિને વર્ણ શ્યામ અને મુખાકૃતિ ભય’કર હેાઈ એ રાર્યાથી વી...ટલાયલી હાય છે. એ મૂડમાળ ધારણ કરે છે. એ રહેઠાણુ પરથી પણ એ દેવીનાં નામ પડયાં છે. વિધ્યાચળ પર્વત મિરઝાંપુર આગળ ગંગાની સમીપ આવે છે, ત્યાંની દૈવી વિધ્યવાસિની' છે, એના ચાચર ઉપરનું રક્ત સુકાતું જ નથી. મહામાયા રૂપે એ જગતને માયાપાશમાં રાખે છે.
દેવીએ અસુર પર મેળવેલા વિજ્રયાનું વર્ણન ચંડી માહાત્મ્યમાં છે. એ ગ્રંથમાં અસુરે તરફથી આવેલા દૂતને મળતી વખતના દેવીના રૂપને દુર્ગા; અસુરાના કેટલાંક ક્ળાના સહારા કરતી વેળાના રૂપને દશભુ; રક્તખીજ નામના અસુર પર ચઢાઈ કાળે સિંહવાહની, પાડાના સ્વરૂપવાળા મહિષા
Jain Education International
દેવી
સુરને મારવા ફાળે મહિષમની એવે એવે નામે વણુ વેલી છે. અસુરના દળને પુન: હરાવતી વખતે જગદ્દાત્રી, અને શુભ નામના અસુરના વધ કાળ તારા કહી છે. મસ્તક વગરના ધડને રૂપે એણે નિકુંભ નામના અસુરને માર્યા હતા, માટે એને છિન્નમસ્તા કહી છે.
વિજય પછી દેવે એ એની કરેલી આરાધનામાં અને જગૌરી કહી છે.
દેવીના પતિ શંકર ભગવાનને અંગે એનાં બબ્રવી ભગવતી, ઈશાની, ઈશ્વરી, કાલ જરી, કપાલિની, કૌશિક, કિરાતી, મહેશ્વરી, મૃડા, મૃડાની, રુદ્રાણી, શર્વાણી, શિવા અને વ્યંબકી એવાં એવાં નામ છે.
એની ઉત્પત્તિને લઈને એના અદ્રિા, ગિરિજા, કુજા, દક્ષા, એવાં નામ છે. કન્યા, કન્યાકુમારી, અમ્બિકા, અવરા, અનન્તા, નિત્યા, આર્યા, વિજયા, ઋદ્ધિ, સતી, દક્ષિણા, `રી, ભ્રમરી, કાતરી, કણુ માતી, પદ્મ લાંછના, સ`મ ગળા, શાક'ભરી, શિવદૂતી, સિંહરથી, વગેરે એનાં ખીજા નામેા છે.
એના તપને અંગે એને અપર્ણા, કાત્યાયની પણ કહે છે. ભૂતનાયિકા, ગણનાયિકા, કામાક્ષી,કામાખ્યા, લલિતા, ભદ્રકાળી, ભીમદેવી, ચામુંડા, મહાકાલી, મહામારી, મહાસુરી, માતગી, રજસી રક્તક તા એવાં એવાં અનેક નામ છે,
શક્તિ-દેવીની પૂજા તેના જુદે જુદે રૂપે થાય છે. કેટલીક વખત દેવી નામ પાડવામાં દેવીને ઉપર પણ ધારણુ રાખવામાં આવે છે. એક વર્ષના બાળક જેવે રૂપે ડાય તે દેવીને સખ્યા', બે વર્ષની હાય તેને ‘સરસ્વતી', સાત વષઁનીને ચડિકા', આઠ વર્ષોંની ‘શાંભવી’, નવ વર્ષનીને ‘દુર્ગા’ અથવા ‘બાળા’, દશમીને ‘ગૌરી', તેરનીને ‘મહાલક્ષ્મી' અને સેાળનીને ‘લલિતા' કહેવામાં આવે છે. દેવીનાં નામ કેટલીક વખત એણે કરેલા પરાક્રમને અંગે પણ પાડવામાં આવે છે. જેમકે મહિષાસુરને માર્યો હતા માટે મહિષાસુરમર્દિની, આ પ્રમાણે જુદી જુદી ભાવનાને અનુસરીને દેવીની મૂતિઓ પણુ બનાવાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org