________________
દેવી
૨૭૩
હતો. પછી એણે દેવેને ઘણા સતાવવા માંડયા હતા. દુઃખાત- દેવે શિવની ૫ સે ફરિયાદ કરવા કૈલાસ ગયા. દેવોની ફરિયાદ શિવ શ્રવણ કરતા હતા તેવામાં જ આ અસુરરાજ પાર્વતીનું હરણ કરવાને કલાસમાં આવી પહોંચ્યો ! શિવ એની જોડે યુદ્ધ કરવા તત્પર થઈ ગયા. એમણે વાસકિ. તક્ષક અને ધનંજય જાતના નાગને કમરબંધ અને વલય તરીકે બાંધી લીધા, નીલ નામને એક દૈત્ય શિવને છાનામાના મારી નાખવાને સંકેત કરીને હસ્તિનું રૂપ ધારણ કરીને આવ્યા હતા. નંદીને આ વાતની ખબર પાડવાથી એણે વીરભદ્રને કહ્યું. એણે સિંહનું રૂપ ધારણ કરીને આ હસ્તિને મારી નાખે. આ હસ્તિચર્મ વીરભદ્ર શિવને નજર કર્યું. શિવે એ ચર્મને ઉત્તરીય તરીકે ઓઢી લીધું. આમ સજજ થઈ બીજા ઘણા નાગરાજેને અલંકાર તરીકે સજી લઈ તેઓ પિતાનું બળવાન ત્રિશૂળ ઘુમાવતાં અંધકાસુરને પરાજય કરવા નીકળી પડયા. પિતાના ભૂતગણને પણ સાથે લીધા હતા. વિષ્ણુ અને બીજા દેવો પણ મદદમાં રહેવા સાથે ગયા હતા, પરંતુ યુદ્ધ થયું ત્યારે વિષ્ણુ અને બીજા દેવેને નાસવું પડ્યું. શિવે બાણ મારીને અસુરને ઘાયલ કર્યો. એને ઘામાંથી ઘણું જ રક્ત વહેવા માંડયું. એના રક્તના ભોંય પર પડતાં દરેક ટીપામાંથી બીજો અંધકાસુર ઉત્પન્ન થતું. આ પ્રમાણે હજારો અંધકાસુર સાથે શિવને યુદ્ધ કરવું પડ્યું. શિવે મૂળ અંધકાસુરના શરીરમાં પિતાનું ત્રિશૂળ ભોંકી દીધું અને પોતે નૃત્ય કરવા લાગ્યા. વિષ્ણુએ પિતાના ચક્ર વડે છાયા અંધકાસુરે જેઓ રક્તબિંદુઓમાંથી ઉદ્દભવ્યા હતા તેને સંહાર કર્યો. અસુરનાં રક્તબિંદુઓ પૃથ્વી પર પડતાં અટકાવવાને શિવે પિતાના મુખમાંથી ઝરતા અગ્નિમાંથી યોગેશ્વરી નામે શક્તિમાતૃકા પેદા કરી. ઈંદ્ર અને બીજા દેવોએ પણ પિતપોતાની શક્તિઓ જેવી કે બ્રહ્માણ, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી (જેને ગુજરાતમાં વારાઈ અથવા વેરાઈ માતા કહે છે), ઈંદ્રાણું અને
ચામુંડાને આ વખતે મદદ કરવા મોકલી હતી. આ દેવીએ તે બ્રહ્મા, મહેશ્વર, કુમાર, વિષ્ણુ, વરાહ, ઈદ અને યમ એમની સહચારિણીઓ સતે, પિતાના પતિઓનાં જેવાં જ વાહન પર બેસીને તેમના જેવાં જ આયુધે લઈને અને તેમના જેવી જ ધજા ફરકાવતી આવી હતી.
બીજાં પુરાણે અને આગામાં માતૃકાઓની સંખ્યા સાત કહેવામાં આવી છે. પરંતુ વરાહપુરાણમાં
ગેશ્વરી આદિ લઈને સાત એટલે કુલ આઠ માતાએ છે, એમ જણાવ્યું છે. એ પુરાણમાં વધારામાં વળી એમ પણ જણાવવામાં આવ્યું છે કે આ માતૃકાઓ એ મનુષ્યના આઠ નઠારા મનોવિકારનાં રૂપક માત્ર જ છે. યોગેશ્વરી તે કામ, માહેશ્વરી તે ક્રોધ, વૈષ્ણવી તે લેભ, બ્રહ્માણું તે મદ, કૌમારી તે મોહ, ઈદ્રાણું તે માત્સર્ય, યમી અથવા ચામુંડા તે શિન્ય અને વારાહી તે અસૂયા. આ પ્રમાણે એ કપનાજન્ય દેવીઓ છે. સપ્તમાતૃકાઓ અંધકાસુરનાં રક્તબિંદુઓ ભેય પર પડે તે પહેલાં ચાટી જતી હેવાથી નવા અંધકાસુર ઉત્પન્ન થતાં અટકી ગયા હતા, એ ઉપર કહ્યું છે. છેવટે અંધકાસુરની આસુરી માયા શિથિલ પડી ગઈ અને શિવે પોતે વરદાન આપ્યું હતું તોયે એને પરાજય કરી સંહાર કર્યો.
કુર્મ પુરાણમાં માતૃકાઓની આ યુદ્ધ પછીની હકીક્ત લખવામાં આવી છે. યુદ્ધને અંતે શિવે ભરવ અને માતૃકાઓને વિષ્ણુના તામસિક અને સંહારક રૂ૫ નૃસિંહના સ્થાનમાં પાતાળ લોકમાં જવાની આજ્ઞા કરી. તેઓ ત્યાં ગયા. કેટલાક કાળ પછી ભૈરવ શિવનો અંશરૂપ હોવાથી તે શિવસ્વરૂમમાં લીન થઈ ગયે અને માતૃકાએ એકલી રહી. જીવતરનાં સાધન રહિત માતૃકાઓએ સુષ્ટિને સંહાર કરીને ગુજરાન કરવા માંડયું. ભર નૃસિંહની સ્તુતિ કરી, તેમની પાસે માતૃકાની અપકારક શક્તિઓને નાશ કરાવ્યું.
વરાહપુરાણમાં માતૃકાઓ એ રૂપક છે એમ કહ્યું છે, એ સહેજ ઈશારે ઉપર કરી ગયા છીએ.
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org