________________
ધૃતરાષ્ટ્ર
ધૃત ચંદ્રવંશી દુઘુકુળાત્પન્ન ધર્મને પુત્ર. એના પુત્રનું નામ દુના. ધૃતદેવા વસુદેવની સ્ત્રીઓમાંની એક અને દેવક રાજાની કન્યા. એના પુત્રનું નામ વિદષ્ટ ધૃતરાષ્ટ્ર કશ્યપની ભાર્યા મુનીની કુખે થયેલા દેવગંધર્વમાંને એક. એ આસો મહિનામાં સૂર્યના સમાગમમાં હોય છે. (૩. ઈષ શબ્દ જુઓ.) એને એક વખત ઈદે મરુત રાજા પાસે કંઈ સંદેશ લઈને મેકલ્યો હતે. | ભાર૦ અશ્વમે અ૦૧૦ ધૃતરાષ્ટ્ર (૨) કશ્યપથી કને પેટે થયેલા નાગ પૈકી એક. એનાથી અનેક નાગકુળો ઉત્પન્ન થયાં હતાં. તેમાંનાં જન્મેજય રાજાએ કરેલા સર્પ સત્રમાં જે નાગકુળ બળી ગયાં તેનાં નામ: શંકુકર્ણ, પિઠરક, કુઠારમુખ, સેચક, પૂણગ, પૂર્ણ મુખ, પ્રહાસ, શકુનિ, દરિ, અમાહઠ, કામઠક, સુષેણ, માનસ, અવ્યય, ભૈરવ, મુંડ, વેદાંગ, પિશંગ, ઉદ્રપારક, ઋષભ, વગવાન , પિંડારક, મહાહનું, રક્તાંગ, સર્વસારંગ, સમૃદ્ધ, પટવાસક, વરાહક, વરણુ, સુચિત્ર, ચિત્રવેગિક, પરાશર, તરુણક, મણિર્કંધ અને આરુણિ. ધૃતરાષ્ટ્ર (૩) વિરેચન દૈત્યને પૌત્ર અને બલિના
સે પુત્રોમાંને એક. ધૃતરાષ્ટ્ર (૪) એ નામને એક રાજા. એની પાસે એક વખત બકદાલભ્ય નામના ઋષિએ આવીને યજ્ઞ સારુ પશુ માગ્યું. પરંતુ આપણે ઋષિને ઉપહાસ કરીને કહ્યું કે આ મરી ગયેલી ગાય છે તે લઈ જાઓ. આ ઉપરથી ઋષિએ ક્રોધાયમાન થઈ એને ભય પમાડ્યો. રાજા ઋષિને શરણે આવ્યું અને પશુ વગેરે આપીને વિદાય કર્યો. ભાર૦ શલ્ય
અ૦ ૪૧ ધૃતરાષ્ટ્ર (૫) ચંદ્રવંશી પુરુકુળત્પન્ન અજમઢ વંશના જાનુરાજાના વંશના શંતનુપુત્ર વિચિત્ર- વીર્યના મરણ પછી સત્યવતીની આજ્ઞાથી કૃષ્ણ-
પાયને વિચિત્રવીર્યની મોટી સ્ત્રી અંબિકાની સાથે નિગ કરી ઉત્પન્ન કરેલે પુત્ર / ભાર૦ આદિ અ૦ ૧૦૫-૧૬. એ હંસ નામના ગંધર્વને અંશાવતાર હતા અને જન્મથી અંધ હતા | ભાર
આદિ અ૦ ૬૭. • એ જયારે મેટો થયો ત્યારે ભીમે એને ગાંધારના સૂબલ રાજાની કુંવરી ગાંધારી સાથે પરણાવ્યો હતે. | ભાર આદિ અ૦ ૧૧૦.૦ ગાંધારીની કુખે ધૃતરાષ્ટ્રને કલીના અંશાવતાર તરીકે દુર્યોધન અને પૌલત્યના અંશાવતાર તરીકે બીજા નવ્વાણું એમ સો પુત્ર થયા હતા. સૌથી છેલ્લી દુશલા નામે એક કન્યા થઈ હતી તેમ જ યુયુત્સ નામે એક દાસીપુત્ર પણ હતો.
એના સે પત્રમાં દુર્યોધન, દુશાસન, દુઃસહ, દુમર્ષણ, વિષ્ણુ, ચિત્રસેન, વિવિંશતિ, જય, સત્યવ્રત અને પુરુમિત્ર એ દશ અને દાસીપુત્ર યુયુત્સુ એમ અગિયાર મહારથી હતા. ભાર આદિ અ૦ ૬૩.૦ એમાંથી દાસીપુત્ર સિવાય, દસ મહારથી અને બીજા નેવુંને મહાભારતના યુદ્ધમાં ભીમસેને માર્યા હતા. ધૃતરાષ્ટ્રના સો પત્રમાં માત્ર વિકણું એકલો જ નીતિમાન હતો. (વિકર્ણ શબ્દ જુઓ.) ધૃતરાષ્ટ્રપિતાની કન્યા દુશલાને સિંધુદેશના વૃદ્ધક્ષત્ર રાજાના પુત્ર જયદ્રથને વરાવી હતી. મેગ્ય કન્યાઓ સાથે બીજા પુત્રને પણ પરણાવ્યા હતા.
ધૃતરાષ્ટ્ર જાતે સમજુ છતાં પુત્રસ્નેહથી દેરાઈ પિતાના કુમાર્ગે ચાલનારા પુત્રોને અધીન વર્તતે હતો, તેમ જ પુત્રને આડે રસ્તે જતાં રોકવાનું સામર્થ્ય છતાં રેકતા ન હતા. આ એને મોટો દોષ ગણાય. એના પુત્ર દુર્યોધને નાનપણથી જ પાંડવ પ્રતિ જણાવ્યું હતું; પાંડવોને અનેક રીતિએ છન્યા હતા. પાંડવોને યુક્તિપુરસ્સર વારણાવત તેડાવી, ધૃતરાષ્ટ્ર ન જાણે એમ લાયાગૃહ તયાર કરાવી તેમાં એમને ઉતાર્યા હતા અને પછી એ ઘર જે તદ્દન શીઘવાળાગાહી પદાર્થોનું જ તૈયાર કર્યું હતું તેને સળગાવી દીધું હતું. પરંતુ આ કાવતરામાંથી વિદુરની સાવચેતી અને સૂચનાથી પાંડ ઊગર્યા. લાક્ષાગૃહ બળી ગયાના સમાચાર અને તેમાં પાંડવો બળી મૂઆના સમાચાર સાંભળીને ધૃતરાષ્ટ્ર ઘણે શોક કર્યો હતો. પણ એ શેક માત્ર ઉપરથી બતાવવાનું હતું, તેમ તેના પછીના કૃત્ય પરથી જણાય છે. દ્રૌપદીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org