________________
કીચક
૧૭૭
કીચક
કરવું ઇષ્ટ છે. પિતાના ભાઈને એક્લી મને કહ્યું કે હું ગમે તે બહાને એને તારી પાસે મોકલીશ, પછી તારી ઈચ્છા પ્રમાણે વર્તજે. આ સાંભળી કચક ઘણે ખુશી થઈ પિતાને ઘેર ગયે. સુષ્ણાએ આ વાત ટાઢી પડવા દીધી, અને સૈધી તે એ વાત ભૂલી ગઈ. પછી એક દિવસ એણે યુક્તિથી પિતાની બધી પરિચારિકાઓને કાંઈ ને કાંઈ કામમાં લગાડી દીધી; અને માત્ર સરંધ્રી જ એની પાસે રહે એમ કર્યું. આમ થતાં જ એણે એને કહ્યું કે, હે સૈરી! તું આ પાત્ર લઈને કીચકને ત્યાં જઈને કહે કે, તમારી બહેન આ ભરીને મઘ મગાવે છે. સૈરધીએ કહ્યું કે એ કામ મારું નથી. તમે બીજા કોઈને મોકલે અને મને જે વચન આપ્યું છે તેનું પાલન કરે.
સુદેષ્ણ કહે એ વાત ખરી. મારું વચન હું ભૂલી ગઈ નથી. હું તને ખાસ આ કામ સારુ મોકલું નહિ, પણ આજ તારા સિવાય બીજું કઈ હાજર નથી. માટે જ તને કહું છું. તું જા અને મધ લઈ આવ. તારા મનમાં કીચકનું તે દિવસનું ભાષણ સાંભળીને ભય ઉત્પન્ન થયે હશે અને ત્યાં જવાને બીક લાગતી હશે, એ ખરું છે. પણ મારે કામે તું ત્યાં ગયેલી હેવાથી તારે બીવાનું કશું કારણ નથી, એ યાદ રાખજે. તે ઉપરથી સરધીને મહાકષ્ટ થયું, પણ નિરૂપાય સમજી સંદેચ્છાએ આપેલું પાત્ર હાથમાં લઈ પોતે કીચકને ત્યાં જવા નીકળી. જતાં જતાં રસ્તામાં એને સર્ષની પ્રાર્થના કરી કે વિશ્વસાક્ષી સૂર્યદેવ ! તમે પ્રાણુંમાત્રની શુભાશુભ કૃતિઓ જુએ છે. જે આપને મારું વર્તન સારું જણાયું હોય, તે આજે મારું રક્ષણ કરજે. સૂર્યની કૃપાથી એક ગુપ્ત દૂત ત્યાં તરત પ્રકટ થયો. એને દ્રૌપદી જ માત્ર દેખી શકે એમ હતું. એને સૂર્યની કૃપાથી પિતાના રક્ષણ સારુ સાથે આવતે જોઈને, કાપદી નિર્ભય થઈને કીચકને ત્યાં ગઈ | ભાર વિરાટ અ૦ ૧૫. સૈધી કીચકને ઘેર જતી હતી, તેને જ્યારે
દૂરથી પિતાને ત્યાં આવતી દીઠી એટલે કીચકના હરખની સીમા રહી નહીં. હવે ક્યારે એ મારા ઘરમાં આવે, એવી ઉત્સુકતાથી હર્ષ ભરેલો એના સામે જ ડોળા ફાડીને જોઈ રહ્યો. એટલામાં સૌપ્રી એને ઘેર પહોંચી, અને બારણુ પાસે જઈ ઘરની બહાર રહી, એણે આણેલું પાત્ર ઉંબરાની અંદર મૂકયું; અને સુદૃષ્ણાએ આમાં મઘ મંગાવ્યું છે, એ સંદેશે કહ્યો. એ સાંભળીને કીચક બારણું પાસે આવ્યો અને કહેવા લાગ્યું કે હે શુભાંગી ! અહીં કેમ ઊભી રહી છે? અંદર આવ. મારે ઠાઠ અને વૈભવ તે જે ! પણ સિર બ્રીએ માત્ર એક જ જવાબ દીધો, કે આ પાત્રમાં મદ્ય આપે. મારે સત્વરે જવું છે. વિલંબ કરશો નહિ, કારણ સુદેષ્ણ મદ્ય વગર અટકીને બેઠી છે. કીચક કહે, અરે મઘ લઈને જવાની ફિકર તું કરીશ નહિ. હું બીજાની જોડે મોકલી દઉં છું. પરંતુ હું અંદર આવ. સૌરધીએ એને ગણકાર્યો નહિ અને બેલી કે મેં મારી સઘળી હકીકત તને તે દિવસે જણાવી છે. છતાં પણ જો તું મારા વિષે પાપબુદ્ધિ કરીશ. તે મરણને પાત્ર થઈશ. આ સાંભળી કીચક ઘણું આવેશભર્યો એની સામે આવ્યું અને એને બલાત્કારે અંદર ખેંચી જવાને સારુ એને હાથ પકડવા લાગે. એના હાથને તરછોડી નાખી સૈરબ્રીએ કહ્યું કે મૂખ ! આટલે મદાંધ કેમ થયે છે? કામાતર થઈ વગર વિચાર્યું ગમે તેમ કરવા તત્પર થઈશ નહિ. કેણ સ્ત્રી અને તે કેવી છે તેનો ખ્યાલ આણુ પછી તે કીચકને એટલે બધે ક્રોધ ચઢયો કે સૌરંધીને ઊંચકીને અંદર લઈ જવાને પ્રવૃત્ત થયો. આ જોઈને સિરધી ત્યાંથી જીવ લઈને નાઠી, તે રાજસભામાં આવી. કીચક પણ એની પછવાડી પડ્યો અને તે પણ રાજસભામાં એ હતી ત્યાં આવ્યું. એણે એની વેણ પકડીને એને વાતે વાતે મારી. આ થતું જોઈને સૂર્યદત, અદષ્ટ રહે રે, કીચકને એવા બળથી આઘાત કર્યો કે જેમ પવનથી મળિયાં ઊખડીને ઝાડ પડી જાય, એમ એ બેભાન
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org