________________
કીચક
૧૩૮
કીચક
થઈને ત્યાં પડ્યો. કીચકે સરપ્રીને લાતપ્રહાર કર્યો તે બધી રાજસભાએ દીઠેલો હોવાથી, એણે રાજાને કહ્યું કે તમારી સભામાં તમારા દેખતાં આવો ( અન્યાય થાય એ ઘટતું નથી. એ સાંભળી વિરાટે યોગ્ય ઉત્તર દીધે નહિ. તે બોલ્યો કે સ્ત્રીઓનાં કૃત્ય કેવાં હોય છે તે કોને ખબર પડે? આ ઉપરથી ત્યાં કંક (યુધિષ્ઠિર) બેઠા હતા તેણે જોયું કે કઈ સભાસદ બોલતો નથી, એટલે એણે સેરેબ્રીને કહ્યું, ઍરંધી ! રાજસભામાં આવીને આટલું અમર્યાદ બોલવું તને એગ્ય નથી. માટે તું અહીંથી સત્વર ચાલી જા. આ સાંભળી સૌરધી ત્યાંથી ચાલી નીકળી અને સુદૃષ્ણ પાસે જઈને બધી અથUતિ તેને સંભળાવી. એ સાંભળીને તે બોલીઃ હશે, થયું તે થયું. હું દિલગીર થઈશ નહિ. અતઃપર હું તને એ દુષ્ટ પાસે કદી પણ મોકલીશ નહિ. | ભારઃ વિરાટ અ૦ ૧૬.
સુષ્માએ સરંધીનું સમાધાન કર્યું છતાં એને બિલકુલ ચેન પડે નહિ. રહી રહીને એને આ વાત સાંભરી આવે, અને એને કાંઈ ઉપાય કરવું જ જોઈએ, એમ થયા કરે. છેવટે રાત પડી એટલે એના મનમાં આવ્યું કે મને આ દુઃખમાંથી માત્ર વલ્લવ જ (ભીમસેન જ) છોડવી શકે. બીજુ કોઈ કાંઈ કરી શકે એમ નથી. માટે હું એની પાસે જાઉં. પછી રાત્રે જ્યારે જળ ઝંપ્યું, ત્યારે પાકશાળામાં જ્યાં વલવ સૂતો હતો ત્યાં ગઈ. એણે વલ્લવને જગાડ્યો અને ઈર્ઘભૂત બધી હકીકત એને જણાવીને રડી દીધું. વલ્લવ અને એની વચ્ચે ખૂબ વાતચીત થયા બાદ, વલવે એના મનનું સમાધાન કર્યું અને કહ્યું કે તને કાલે કીચક જરૂર મળશે. અને મળે એટલે બિલકુલ ક્રોધ ન જણાય એમ એની જોડે તું બેલજે, તું એને કહેજે કે અત્રે નૃત્યાગારમાં આવશે. ત્યાં આવવાથી તારી કામના પૂર્ણ થશે. રાત્રે બધાં ઊંઘી જશે એટલે હું નૃત્યાગારમાં જઈને બેસીશ. પછી કીચક છે અને હું છું, ત્યાં અમારું શું થશે તે તું તારી મેળે જાણીશ. આટલું કહી બગબગું
થવા આવ્યું જોઈ, વલ્લવે સરપ્રીને અંતઃપુરમાં મોકલી દીધી. / ભાર૦ વિરાટ અ૦ ૧૭–૨૧.
રાજસભામાં એણે કરેલા અનુચિત કૃત્યની સજા દાખલ સૂર્ય દૂતે કરેલા પ્રબળ આઘાતને લીધે બેભાન થઈને પડેલ કચક કેટલીક વાર શુદ્ધિમાં આબે, અને ત્યાંથી ઊઠીને મૂંગો મૂંગે ઘેર ચાલ્યો ગયે, તેણે દિવસે રાત પડે ત્યાં સુધી વખત, તેમ જ રાત્રી ગમે તેમ ગાળી. બીજે દિવસે પ્રાત:કાળ થતાં જ તે સરંધી પાસે ગયે. વલ્લવની સૂચનાને અનુસરીને સરધી તે એને પ્રફુલવદના દેખાઈ. આથી તે હર્ષઘેલા જેવો થઈ એની પાસે ગયા અને બોલ્યો કે, સરધી, મારાથી કાલે જે અન્યાય થયો તે મને ક્ષમા કર. એ માગવા હું તારી પાસે આવ્યો છું. મારો જે અપરાધ થયે હોય તે મનમાંથી ક્રોધ કાઢી નાખીને મને માફ કર. એના મનમાં આવ્યું કે એ આજે પ્રસન્નમુખી દેખાય છે, માટે એના મનમાં બિલકુલ ક્રોધ આવ્યા જ નથી અને એ મને વશ થશે જ એવું જણાય છે. કીચકનું આવું ભાષણ સાંભળીને વલ્લવના સંકેત પ્રમાણે સિરધીએ કહ્યું કે મારા મનમાં તારા પર બિલકુલ ગુસ્સો આવ્યા જ નથી. હું તારી ઈચ્છા પ્રમાણે વર્તવા તૈયાર છું; પણ હું કહું તેમ કર. આજે રાત્રે નૃત્યાગારમાં હું તારી વાટ જોતી બેસીશ. હું અંધારામાં જઈને બેસીશ અને તે પણ અંધારામાં જ આવજે. તારે મને રથ હું પૂરો કરું, તે મારા ગંધર્વો ના જાણે, માટે હું અધારાની વાત કહું છું. સૌર પ્રીના બોલ કીચકને અમૃત જેવા લાગ્યા અને પિતાની જાતને કતાર્થ માનતા થયા, આનંદભર્યો પિતાને સ્થાને ગયે. / ભાર૦ વિરાટ અ૦ ૨૨.
સૂર્યાસ્ત કયારે થાય એ જ ચટપટી કીચકને લાગી રહી. શું વધારે કહીએ, તે દહાડે એ એ હરખઘેલે થઈ ગયો કે, કશુંયે કામ કરતાં એ બહાર આવે, અને સૂર્ય તરફ જુએ કે, હવે કેટલે દિવસ બાકી છે! એમ કરતાં કરતાં સાંજ પડી. પછી કીચકે ઉત્તમ શૃંગાર ધારણ કર્યા. વળી એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org