________________
૧૧૪
ક,
રૂપ લઈને સૂર્ય એની પાસે આવ્યો. એણે કહ્યું કે ઇન્દ્ર તારી પાસે બ્રાહ્મણનું રૂપ લઈને આવીને તારાં કવચ અને કુંડલે માગશે; પણ તું તે એને આપીશ નહિ. વસુષણ જ્યારે જન્મ્યો ત્યારે એના શરીર પર કવચ અને કાનમાં દેદીપ્યમાન કુંડલે સહિત જન્મ્યો હતો. આ કવચ અને આ કુંડળે ન આપવાને સૂર્ય સમજાવતા હતા. પરંતુ એણે કહ્યું કે બ્રાહ્મણ મારી પાસે માગે અને હું ન આપું એમ કદી બનનાર નથી. પછી તે વેશધારી બ્રાહ્મણ હોય તો શું થયું ? સૂયે કહ્યું કે તું જ્યારે હું કહું છું તે માન્ય કરતા નથી તે એટલું તો કરજે જ કે કવચકુંડળ આપતી વખતે એની પાસેથી એક અમોઘ શક્તિ (એક અસવિશેષ) માગી લેજે. એથી તારું પુષ્કળ હિત થશે. એણે ભલે એમ કરીશ” કહેતાં સૂર્ય અંતર્ધાન થે. | ભાર વન અ૦ ૩૦૦-૩૦૨.૦ આ વાતને કેટલાક દિવસ વીત્યા એટલે બ્રાહ્મણ વેશે ઇન્દ્ર એની પાસે આવ્યો અને કવચ-કુંડળોની યાચના કરી. વસુષેણને પેલા બ્રાહ્મણે કહેલું યાદ આવ્યું. એણે એની પાસે અમેઘશક્તિ માગી લીધી, અને પિતાના શરીર પરથી કવચ-કુંડળે કાતરી આપ્યાં; આથી એનું નામ કર્ણ પડયું. / ભાર૦ વન અ૦ ૩૧૦૦ કવચકુંડળી ગયા પછી વસુષેણના મનમાં આવ્યું કે હું જામદ રામ – પરશુરામ – પાસે જઈ વિશેષ વિદ્યા સંપાદન કર્યું. તેથી પિતે તેમની પાસે ગયો. હું બ્રાહ્મણ છું એવું અસત્ય બોલીને એમની પાસેથી અસ્ત્રવિદ્યા શીખવા ત્યાં રહ્યો. પરશુરામ ભીષ્મ સિવાય બીજા કોઈ પણ ક્ષત્રિયને વિદ્યા શીખવતા નહિ માટે એણે કહ્યું કે હું બ્રાહ્મણ છું. પરંતુ એનું આ કપટ ઘણુ કાળ સુધી છાનું રહ્યું નહિ. એવું બન્યું કે એકદા પરશુરામ વસુષેણુના ખેળામાં માથું મૂકીને નિતિ થયા હતા, ત્યારે તેણુ કીટ
નિ પામેલા એક દૈત્યે એની સાથળ કરવા માંડી. તેથી કરીને એને બહુ જ વેદના થઈ, પણ ગુરુ નિદ્રા કરતા હતા તેમાં ખલેલ ન પહોંચે માટે ધર્મ ધારણ કરીને એ બેલ્યા-ચાલ્યા વગર બેસી રહ્યો.
એને નીકળતા લેહીને પ્રવાહ ચાલ્ય અને ગુરુના મસ્તકને ઊનું લાગવાથી તે જાગી ઊઠયા. જુએ છે તે આની સાથળમાં કીટે મોટું કાણું પાડ્યું હતું અને તેમાંથી લેહી વહેતું હતું. આથી ગુરુ ભક્તિ જોઈ પરશુરામ એના ઉપર અતિ પ્રસન્ન થવા જોઈતા હતા, તે ન થતાં, એમના મનમાં શંકા ઉત્પન્ન થઈ કે આ બ્રાહ્મણ નથી. પરશુરામે વિચાર્યું કે આટલી બધી વેદના છતાં પણ એ લગીર હાયે નહિ, માટે એ કેમળ હદયવાળે બ્રાહ્મણ નહિ, પણ વાતુલ્ય હદયવાળા ક્ષત્રિય જ હેવો જોઈએ. એમણે પૂછયું કે ખરું કહે, તું કેણ છે ? વસુષેણે હાથ જોડી નમ્રતાથી કહ્યું કે, હું સૂતપુત્ર છું (બ્રાહ્મણને પેટે ક્ષત્રિયથી પુત્ર ઉત્પન્ન થાય તે સૂત, અને એને પુત્ર તે સૂતપુત્ર). પરશુરામ કહે ત્યારે તે હું બ્રાહ્મણ છું એમ શા ઉપરથી કહ્યું ? વસુષેણ કહે કે ગુરુ એ શિષ્યને પિતા જ છે, માટે ગુરુની જાતિ તે શિષ્યની એમ સમજી, મેં હું બ્રાહ્મણ છું એમ કહ્યું. આ સાંભળીને રામ કાંઈ વિશેષ બેલ્યા નહિ. પણ કહ્યું કે જ, જે વિદ્યા તું અહીં ભણ્ય છે તે યુદ્ધ પ્રસંગે તને સૂઝશે નહિ. તું અહીંથી સત્વર ચાલ્યો જા! આ સાંભળીને એ અંતઃકરણમાં ખિન્ન થઈ, ત્યાંથી દુર્યોધન પાસે ગયો અને કહ્યું કે વિદ્યા સંપાદન કરી આવ્યું. | ભાર ઉદ્યો. અ૦ ૧૬૮.
આમ જ એ એક સમયે શિકાર કરવા ગયે હતા. ત્યાં અનેક પશુઓને મારતાં મારતાં, એનું બાણ ચૂકીને એક બ્રાહ્મણની હમધેનુ ચરતી હતી તેને વાગ્યું, તેથી તે મરી ગઈ. આ ઉપરથી એને અત્યંત ખેદ થયા અને ગાયના માલિક બ્રાહ્મણ પાસે જઈને મારાથી થયેલે આ અપરાધ ક્ષમા કરે અને એ ગાયને બદલે તમે માગો તેટલી બીજી ગાયે આપું તે લે એમ કહ્યું, પણ તે બ્રાહ્મણે કબૂલ ન રાખતાં એને શાપ આપ્યો કે જા, યુદ્ધ પ્રસંગે તારા રથનું પૈડું જમીનમાં કળી જશે. ટૂંકામાં અર્જુનથી ચઢિયાતે થવાને એ જે જે પ્રયત્ન કરતા હતા, તેમાં નિષ્ફળ જઈ ઊલટી એને હાનિ જ થતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org