________________
૧૧૫
કણ
પાંડવો જ્યારે વનવાસમાં હતા ત્યારે આને જોડે લઈને ઘોષયાત્રાને બહાને દુર્યોધન પાંડવો હતા તે વનમાં તેમને છળ કરવા ગયો હતો, ત્યારે પણ ગાંધએ કર્ણને હરાવ્યો હતો ! ભાર વન અ૦ ૨૪૧. એક વખત દુર્યોધન, દુઃશાસન, શકુનિ અને વસુષેણ એકઠા બેસીને પાંડવોની નિંદા કરતા હતા. તે સાંભળીને ભીમને એટલે કે ચઢયો કે તેમણે એ બધાની ધૂળ કાઢી નાંખી અને તુચ્છકારી નાંખ્યા. આથી આને ઘણું ઈર્ષ્યા ઉત્પન્ન થઈ અને હું પણ કાંઈક છું એ બતાવવા દિગ્વિજય કરવા ગયે અને અપરિમિત દ્રવ્ય લઈ આવ્યો. એ દ્રવ્ય દુર્યોધનને આપી એની પાસે વિષ્ણુયાગ કરાવ્યું. (ર દુર્યોધન શબ્દ જુઓ.) અજ્ઞાત અવસ્થામાંથી પાંડવે પ્રગટ થયા પછી યુધિષ્ઠિરે કૃષ્ણને દુર્યોધન પાસે સામ કરવા મોકલ્યા. તે ઉપરથી કૃષ્ણે ત્યાં જઈ દુર્યોધનને ઘણે પ્રકારે બોધ કર્યો કે યુદ્ધ કરવું
નથી; કારણ તેમાં ઘણું જણને નાશ થશે. માટે પાંડને યથાયોગ્ય જે ભાગ હેય તે આપીને સુખમાં રહે. કૃષ્ણના બંધને ભીષ્મ, દ્રોણ, વિદુર, ધતરાષ્ટ્ર અને ગાંધારી એ બધાંની સંમતિ હતી પણ તે દુર્યોધને કાને ધર્યો જ નહિ, છેવટ પિતાને પ્રયત્ન સફળ ન થયો જોઈને કૃષ્ણ યુધિષ્ઠિર પાસે પાછા જવા નીકળ્યા. તે વખતે ભીષ્માદિક મંડળ તેમને વળાવવા નગર બહાર ઘણે દૂર સુધી આવ્યું. એમાં કશું પણ આવ્યા હતાપછી બધા ઘણે દૂર આવ્યા જોઈને કૃણે કર્ણ સિવાય બધાને પાછા વાળ્યા અને કર્ણને પિતાના રથમાં લઈને તેને કહેવા લાગ્યા કે કર્ણ, હું જે કહું છું તે સાવધાન થઈને સાંભળ! તે દુર્યોધનને આશ્રય કર્યો છે એ વાત ખરી; પરંતુ વાસ્તવિક રીતે તું એના પક્ષને નથી. તારે જન્મ કુંતીને પેટે થયેલે હેવાથી તું યુધિષ્ઠિરને મેટો ભાઈ છે. અમારું વૃષ્ણિકુળ એ તારી માતાનાં પિયરિયાં, અને સઘળા પાંડવો એ તારા ભાઈઓ છે. તું એમને માટે ભાઈ છે એમ જ્યારે યુધિષ્ઠિરને ખબર પડશે, ત્યારે તે લાગલા જ એટલા પ્રસન્ન થશે કે બધા
બંધુઓ સહિત તારા સેવક જ બની રહેશે. હાલ જેમ બીજા ભાઈઓની દ્રૌપદી સેવા કરે છે, તેમ તે તારી પણ કરશે. માટે મારું કહ્યું માનીને પાંડવો પાસે ચાલ. કૃષ્ણ આ પ્રમાણે કહીને થોભ્યા, એટલે કણે કહ્યું કે કૃષ્ણ તમે જે જે કહ્યું તે ખરું હે ઈ મને પણ વિદિત છે. પરંતુ તેને હવે શે ઉપયોગ ? કુંતીએ મારે ત્યાગ કર્યો અને અધિરથે મને પાળ્યો. રાધાએ મને ધવરાવ્યું અને મારાં મળમૂત્ર ધેયાં. એને નામે લોક મને રાધેય તરીકે ઓળખે છે. વળી અધિરથે મારાં લગ્ન કર્યા છે, એટલું જ નહિ પણ મારે સંતતિ પણ થઈ છે. બીજુ તમે જુએ છે કે દુર્યોધને મારા બળ ઉપર ઝૂઝીને પાંડવોના દ્વષ કર્યો છે. હું એને હવે શી રીતે ત્યજુ? એણે જે હાલ યુદ્ધની તૈયારી કરી છે તે મારા વિશ્વાસથી કરી છે. હું જે એને વિશ્વાસ ઘાત કરું. તે લેક મને શું કહેશે? બીજુ તે શું, તમે ધરાધરી મારું ભૂ બોલશે. માટે પાંડે પાસે હવે આવવું એ મને શ્રેયસ્કર નથી. મને હવે કાંઈ વધારે ન કહેતાં તમે પાંડ પાસે જાઓ અને યુદ્ધની તૈયારી કરે. યુદ્ધ થતાં આ સર્વ ઉન્મત્ત ક્ષત્રિયો કપાઈ જશે; અને મરીને સ્વર્ગ જશે. દુર્યોધન પણ પરમદુષ્ટ છે. એ જે યુદ્ધમાં મરશે તે પૃથ્વી પર અધિક પાપ થતું અટકશે. એ જે ઊગરશે તે અધર્મની જ વૃદ્ધિ થશે. આ બધું મનમાં વિચારે. મારી અને તમારી વચ્ચે થયેલી આ વાત યુધિષ્ઠિરને તમે લગીરે પણ જણાવશે નહિ. જે જણાવશો તે એ બિલકુલ યુદ્ધની ઇચ્છા જ નહિ કરે. માટે આ બધી વાત ગુપ્ત રાખજે. આ યુદ્ધ કરીને પાંડ જય પામો, એ જ મારી ઈચ્છા છે. આ પ્રમાણે કહી રહ્યા પછી કૃષ્ણ અને કર્ણ પરસ્પર આલિંગન કરી છૂટા પડ્યા. કર્ણ કૃષ્ણના રથમાંથી ઊતરી પિતાના રથે આરૂઢ થઈ હસ્તિનાપુરમાં પાછો ગયો. તે ભાર ઉદ્યો. અ૦ ૧૪ર-૧૪૩. પાંડવ અને કૌરવ બંને પક્ષે સૈન્ય મેળા કરવા માંડયા. સૈન્ય એકઠાં થયાં અને હવે થોડા સમયમાં જ યુદ્ધને આરંભ થશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org