________________
એકલાંગો
૧૦૧
એકાનંગ
આચાર્યના મનમાં આ માણસ વખત છે ને અર્જુનને પણ ભારે થઈ પડશે, આમ વિચારીને એમણે એકલવ્યની પાસે ગુરુદક્ષિણે માગી, કે તું આજથી બાણ છોડતી વખતે પોતાને અંગૂઠ કદીયે બાણને અડકાડીશ નહિ. પેલાએ તથાસ્તુ કહ્યું અને ત્યારથી બાણને અંગૂઠે અડકાડવાનું મૂકી દીધું. આ વૃત્ત-આપેલું વચન–અદ્યાપિ પર્યન્ત કિરાતે પાળે છે. દ્રોણાચાર્ય” આ પ્રમાણે એને બંધણુમાં લીધે હતો, છતાં એ અર્જુનને ભારે પડે એવો હતો. ભારતના યુદ્ધમાં એ દુર્યોધનની પક્ષમાં કહેવા માત્ર જ હતા. યુદ્ધ સમયે સમૂળગો આવ્યું જ નહોતું. ભા૦ આદિ.
શ્રી, ડાઉસન એકલવ્યને વસુદેવના ભાઈ દેવસેનને પૌત્ર કહે છે. એ શત્રુઘને ભાઈ હતા. નાનપણમાં એને ફેંકી દેવાથી નિપાએ એને ઉછેરી મોટો કર્યો હતો. પછી એ નિષાદને રાજા થયો હતે. દ્વારકા ઉપર રાત્રે હુમલે કરવામાં એણે મદદ કરી હતી અને એને આખરે કૃષ્ણ એના ઉપર બાણ ફેંકીને મારી નાખ્યા હતા. / ડાઉસન કલાસિકલ ડિક્ષનેરી. એકલશૃંગી રંગી ઋષિનું નામાન્તર. એક્ષેચના સીતાના સંરક્ષણ સારુ રાખેલી રાક્ષસીએમાંની એક. | ભાર વન અ૦ ૩૮૦. એકવીર સોમવંશી તુર્વ સુકુળમાં ઉત્પન્ન થયેલા હરિવર્મા નામના રાજાને વિષ્ણુના પ્રસાદથી પ્રાપ્ત થયેલ પુત્ર. વાઇ-અશ્વનું રૂપ ધારણ કરેલા વિષ્ણુથી ઘડીનું રૂપ ધારણ કરેલાં લક્ષ્મીને પેટે ઉત્પન્ન થવાના કારણથી હેડય એવું એનું નામ હતું. યદુકુલમાં ઉત્પન્ન થયેલા હૈહય રાજાથી આ ભિન્ન છે. એને એકાવલી અને યશોવતી એવી બે સ્ત્રીઓ હતી. એકવીરા નામની દેવી એની ઉપાસ્ય હતી દેવી ભા૦ સ્કo ૬ અ. ૧૭–૨૩, એકવીરા એકવીર રાજાની ઉપાસ્ય દેવી. એકશય તક્ષપુત્ર અશ્વસેન. એક સર્પ, ભાર૦ કo ૯૭–૧૯. એકસાલા ગ્રામવિશેષ. | વા૦ ૨૦ અ૦ સ૦ ૭૧.
એક હંસ એક દાનવ./ ભાર૦ વ૦ ૮૧–૨૦. એકાક્ષ એક દાનવવિશેષ. / ભાર આ૦ ૬૬–૨૯. એકાદશરુક ચાલુ વૈવસ્વત મવંતરમાંના બ્રહ્મમાનસપુત્ર સ્થાણુના અનેક પુત્રમાંના અગિયાર મુખ્ય પ્રસ્તુત જે સાત જાતના દેવ મનાય છે તેમાં ત્રીજા કહેવાય છે અને ભૂત, પિશાચ, યક્ષ, રાક્ષસ, ઇત્યાદિના અધિપતિ છે. મૃગવ્યાધ, સપ, નિતિ, અજૈકપાત, અહિન્દન્ય, પિનાકી, દહન, ઈશ્વર, કપાલિ, મહાવૃતિ અને ભર્ગ એ રોનાં નામ છે. | ભાર આદિ અo પ. પુરાણોમાં જોતાં કેટલાંક નામે મળે છે અને કેટલાંક મળતાં નથી આવતાં. આમ ફેર કેમ પડે છે એનું કારણ સમજાતું નથી. પણ એટલું તે નિર્વિવાદિત છે કે ફકની સંખ્યા અગિયાર જ હતી. સંખ્યામાં કોઈપણ ગ્રંથમાં ફેરફાર પડતું નથી.
વિષ્ણુપુરાણમાં કહ્યું છે કે બ્રહ્મદેવના કપાળમાંથી રુદ્ર ઉત્પન્ન થયે. બ્રહ્મદેવની આજ્ઞાથી તેણે પોતાની જાતને વિભાગીને તેમાંથી સ્ત્રી અને પુરુષ પેદા કરી, તેમના સંયોગથી દરેકના અગિયાર-અગિયાર બનાવ્યાં. એમાંનાં કેટલાંક શુભ અને નમ્ર અને કેટલાંક સ્પામ અને ક્રોધી હતાં. વળી બીજી જગાએ એમ પણ કહ્યું છે કે એકાદશરૂદ્ધ તે કશ્યપ અને સુરભિના પુત્ર હતા. એ જ પુરાણના બીજા અધ્યાયમાં કહ્યું છે કે, બ્રહ્માની ઈચ્છા પુત્ર ઉ૫ને કરવાની થઈ અને એક તરુણ ઉત્પન્ન થયા, જન્મતાં જ એ રોય અને મારું નામ શું એમ પૂછયું. એ રે માટે એમણે એનું નામ રુદ્ર પાડયું. પણ એ ફરી ફરીથી રડો જેથી એનાં બીજાં સાત નામ પડ્યાં. બધાં પુરાણે ભવ, સર્વ, ઈશાન, પશુપતિ, ભીમ, ઉગ્ર અને મહાદેવ એ આ સાત નામે સંબંધે તે સંમત થાય છે. પણ અગિયાર નામમાં તેમનામાં તફાવત છે. કેટલીક વખત આ નામ ખુદ શિવને પણ લગાડાયાં છે અને કેટલીક વખત શિવના પુત્ર છે, એમ પણ કહ્યું છે. ડાઉસન એકાનંગા યશોદાની પુત્રી. શ્રીકૃષ્ણની ભગિની. | ભાર૦ સ૦ ૫૯-૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org