________________
ઇન્દ્રજિત
૭૨
ઇન્દ્રજિત
તેથી એને મેઘનાદ એ નામ મળ્યું હતું | અધ્યારુ રાઉત્તર૦ સ૦ ૨.૦ મેઘનાદ સ્વભાવતઃ ભયંકર હતો. મેટ થયા પછી શુક્રાચાર્યની સહાયતાથી એણે નિકુંભિલામાં અશ્વમેધ, અગ્નિષ્ટોમ, બહુ સુવર્ણક, રાજસૂય, ગમેધ, વૈષ્ણવ અને માહેશ્વર એવા સાત યજ્ઞ કર્યા હતા. શિવની કૃપાથી એને દિવ્ય રથે અને ધનુષ્યબાણ તેમ જ બીજાં શસ્ત્રો, તામસી માયા વગેરે પ્રાપ્ત થયું હતું. એના મનમાં બીજ પણ કેટલીક જાતના યજ્ઞ કરવાનું હતું, પરંતુ રાવણ દેવને દ્વેષી હેવાથી દેવને અવિર્ભાગ આપવો પડે માટે એણે ઈન્દ્રજિતન કરવા નહેાતા દીધા. | વા૦ રા૦ ઉત્તર૦ સ૦ ૨૫.
જયારે રાવણ સ્વર્ગને જીતવા ગયો હતો અને ઘેર સંગ્રામમાં રાવણને આજે સુમાલી પડ્યો અને રાક્ષસોને પરાજય થશે એમ લાગવા માંડયું ત્યારે મેઘનાદ મોખરે આવ્યો. ઈદ્રનો પુત્ર જયંતિ અને એને સારથિ ગેમુખ એના ઉપર ચઢી આવ્યા, પણ પરાભવ પામીને પાછા ફરતાં જ, ઇન્દ્ર પોતે એના ઉપર ચઢી આવ્યું. આ વેળા પિતાની માયાના બળથી મેઘનાદ એકદમ ગુમ થઈ ગયો, અને પિતાનાં શસ્રાસ્ત્રથી ઈન્દ્રને જર્જર કરી નાંખી બાંધી લીધે. રાવણ બહુ આનંદ પામ્યો અને જય જયકાર કરી ઇન્દ્રને લંકા લઈ ગયે. અહીં ઇન્દ્રના પકડાવાથી બધા દેવ ચિંતામાં બૂડીને બ્રહ્મદેવને શરણે ગયા. તે ઉપરથી બ્રહ્મદેવે પોતે લંકામાં ઇન્દ્રજિતને પ્રત્યક્ષ થઈને કહ્યું કે તું ઈન્દ્રને છોડી દે. મેઘનાદે કહ્યું કે મને અમરત્વ આપે તે હું છોડું. બ્રહ્મદેવે કહ્યું કે સાકાર પદાર્થ માત્ર નાશવંત છે; માટે અમરતવ દુર્લભ છે. કાંઈ બીજુ માંગ. તે ઉપરથી એણે માગ્યું કે હું અગ્નિમાં હેમ કરું, તેમાંથી અશ્વસહિત દિવ્ય રથ નીકળે અને એ રથ પર હોઉં ત્યાં સુધી હું વિજયી અને અમર થાઉં એવો વર આપે. બ્રહ્મદેવે તથાસ્તુ કહીને ઈન્દ્રને છેડા અને પુનઃ પદારૂઢ કર્યો. એ દિવસથી મેઘનાદનું નામ ઇન્દ્રજિત પડયું. વા. રા. ઉત્ત સ૦ ૩૮-૩૦. રાવણે સીતાને લંકામાં આપ્યા પછી અશોક
વાટિકામાં રાખી હતી. સીતાની શોધ કરવાને ગયેલા હનુમાને અશોકવાટિકાને ભંગ કરીને અનેક રાક્ષસોને માર્યા હતા. રાવણને નાના પુત્ર અક્ષ એ વખત મરાયો હતો. એના મૃત્યુથી રાવણને ઘણું દુઃખ થયું હતું. એના શમનને અથે મેઘનાદે અશોકવાટિકામાં જઈ હનુમાનને બ્રહ્માસ્ત્ર વડે બાંધી રાવણની સભામાં આણ્યો હતો. વી. રાત્રે સુંદર૦ સ૦ ૪૨.
સીતાની શોધ કરીને મારુતિ કિષ્કિધામાં ગયા પછી, વાનરસેના સહિત રામ લંકામાં આવ્યા અને યુદ્ધને પ્રસંગ આવે, ત્યારે પહેલે દિવસે મેઘનાદ લઢવા ઊભે હતો. અંગદે આગળ પડીને એની જોડે અનિવાર યુદ્ધ કર્યું હતું. બહુ જ શ્રમ લાગવાથી યુદ્ધમાંથી એકાએક અંતર્ધાન થઈ તેણે રામની સેના પર શાસ્ત્રાસ્ત્રની વૃષ્ટિ કરી હતી અને કેટલાક સમય સ્તબ્ધ રહીને રાત્રિ પડતાં જ રામ અને લક્ષમણને નાગપાશથી બાંધી, બધા વાનરેને શરવૃષ્ટિથી મૂર્શિત કરી, પોતે પાછો લંકામાં ગયો હત. વાર૦ યુદ્ધ સ૦ ૪૫.
લંકાના યુદ્ધમાં દેવાંતક, નરાંતકાદિ રાવણના પુત્રો, તેમ જ કુંભકર્ણ, મહાપા અને મહાદર વગેરે મરાયા, ત્યારે રાવણને અત્યંત દુઃખ થયું હતું. એને સાંત્વન કરવાને મેઘનાદ યુદ્ધ ચઢ્ય હતા. પ્રથમ એ નિકુંભિલા ગયે અને ત્યાં પોતાનાં શસ્ત્રાસ્ત્ર અભિમંત્રિત કરી પછી યુદ્ધભૂમિ પર આવ્યું હતું, ત્યાં આવીને એણે રામની સેના પર ગુપ્તરૂપે મારો ચલાવ્યું. એણે ગંધમાદન, ગજ, નલ, મેંદ, જાંબવાન, નીલ, સુગ્રીવ, ઋષભ, અંગદ, દિવિદ, ગદશ, હરિલેમા, વિદ્યુદંષ્ટ, સૂર્યાનન, પાવકાક્ષ, કેસરી, તિર્મુખ અને હનુમાનાદિ પ્રમુખ વાનરેને અતિશય પીડિત કરીને મૂચ્છિત કરી ભેય સુવાડયા.
કેટિ વાનરેને એક જ પ્રહારમાં માર્યા હતા. પછી રામ અને લક્ષ્મણને મૂચ્છિત કરો હર્ષ પામતો રાવણ પાસે લંકામાં ગયા હતા. વા૦ રાયુદ્ધ ૭૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org