________________
[૧૩] શીલના પ્રભાવ ઉપર જૈન વિદ્વાનોએ પ્રાકૃત–સંસ્કૃતમાં અનેક કથાઓ દર્શાવી છે.
શ્રીયુત શાંતિલાલ છગ્ગનલાલ ઉપાધ્યાય એમ. એ. એમણે “મહાકવિ વિમલસૂરિ અને તેમનું રચેલું પઉમચરિય” એ નામને એક વિસ્તૃત મનનીય લેખ ૩૪ વર્ષો પહેલાં લખ્યો હતો, જે “જૈનાચાર્ય શ્રી આત્માનંદ-જન્મશતાબ્દિ સ્મારક ગ્રન્થમાં (પૃ. ૧૦૦ થી ૧૨૩) માં સંવત ૧૯૯૨ માં પ્રગટ થયેલ છે, તેમાં પાશ્ચાત્ય, પૂર્વીય વિદ્વાનોના રચના સંવત-મતભેદે પણ દર્શાવ્યા છે.
અનુવાદક આચાર્ય શ્રી હેમસાગરસૂરિજીએ તેમના અનુવાદે ૧ સમરાદિત્ય મહાથા, ૨ સવિવરણ યોગશાસ્ત્ર અને ૩ ચેપન્ન મહાપુરુષોનાં ચરિતની જેમ આ જ પઉમરિય (પદ્મચરિત) ના અનુવાદના સંપાદનમાં પણ સહસંપાદક તરીકે મને જેડ્યો છે, તે માટે હું તેમને આભાર માનું છું. તેમની સૂચનાને માન આપી હું પાલીતાણું ગયું હતું અને ત્યાં રહી શ્રી બહાદુરસિંહજી પ્રિ. પ્રેસમાં છપાતા એ અનુવાદનું સંશોધન-પ્રકાશન કાર્ય પૃ. ૪૮૦ સુધી લગભગ અઢી મહિનામાં પૂર્ણ કર્યું હતું. - પ્રા. પઉમચરિય-પદ્મચરિતના આ ગૂજરાતી અનુવાદને પ્રકાશમાં મૂકાવવાનું શ્રેય શ્રીવિજયદેવસૂર સંધ-શ્રીગેડીઝ જૈન દેરાસર અને ધર્માદા ખાતાઓના દીર્ધદષ્ટિવાળા ટ્રસ્ટીમંડળે સ્વીકાર્યું છે, તે ઉચિત છે. ચતુર્વિધ શ્રીસંધ અને અન્ય જિજ્ઞાસુ સજજન વાચકે દ્વારા ચિરકાલ એનું પઠન-પાઠન થતું રહે અને જૈન માન્યતા પ્રમાણે રામાયણનું વિશિષ્ટ સ્વરૂપ લેકેના લક્ષ્યમાં આવે એ જ શુભેચ્છા. ' -આ ચરિત-ગ્રન્થના સહસંપાદનમાં મંદમતિને લીધે અથવા પ્રમાદથી કંઇ ખલન થઈ હોય, તો તેની ક્ષમાયાચના છે.
સં. ૨૦૨૬ આષાઢી પૂર્ણિમા )
વડીવાડી, રાવપુરા, વડોદરા (ગુજરાત)
વિદનુચરલાલચંદ્ર ભગવાન ગાંધી [ નિવૃત્ત જેનપંડિત” વડોદરા રાજ્ય]
ઉ............ક્ર....મ....ણિ....કા
પ્રસ્તાવ, “પઉમ” શબ્દના અર્થો, નામકરણ, આધાર, વ્યાકરણ, કેશ, છન્દ, અલંકારે, સુભાષિત, પુરાણ તરીકે નિદેશ, સામગ્રી, સંસ્કરણ, પ્રસ્તાવના અને પરિશિષ્ટ, અનુવાદ, લેખે, પ્રણેતાને પરિચય, રચનાવર્ષ, વિભાગો-અધિકારી, મુખ્ય પ્રસંગો, વાનગીઓ, વિશેષતાઓ, રામ અને કૃષ્ણ, ઉલ્લેખ, અનુવાદ, શ્રમણને સંપક, આભાર, અભિલાષા અને પૂર્ણાહુતિ.]
પ્રસ્તાવ–આપણે આ દેશ-ભારતવર્ષ એની સંસ્કૃતિની પ્રાચીનતા, વરેણ્યતા અને મહત્તાને લઈને અન્યાન્ય દેશોમાં અગ્રગણ્ય સ્થાન ભોગવે છે. એનું પરાપૂર્વથી રચાતું આવતું સાહિત્ય પણ વિશ્વસાહિત્યમાં નામાંકિત બન્યું છે. એમાં શ્રમણ સંસ્કૃતિને વરેલું અને એનું પિષક એવું જૈનસાહિત્ય ગણુનાપાત્ર છે. આ સાહિત્ય દ્રવ્યાનયોગ, ચરણ-કરણાનુયોગ. ગણિતાનયોગ અને ધર્મકથાનાગ એમ ચાર અનુગો સાથે સંબંધ ધરાવે છે. જેનેએ ધમકથાઓને તેમ જ પ્રસંગોપાત અન્ય વિષયક કથાઓ પણ રચી છે. એ દ્વારા એમણે પૌરાણિક, ઐતિહાસિક, અર્ધઐતિહાસિક ઈત્યાદિ વિશિષ્ટ વ્યક્તિઓનાં ચરિત્ર આલેખ્યાં છે. આવી એક કૃતિ તે પ્રાકૃત-પારંગત જૈનાચાર્ય વિમલસૂરિકૃત વિમલાંકમંડિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org