________________
[૧૧] દિ વિદ્વાન મહાકવિ સ્વયંભૂએ તથા સં. ૯૫૫ લગભગમાં થયેલા મનાતા દિ જિનસેન સ્વામીના શિષ્ય ગુણભદ્રકવિએ ઉત્તરપુરાણમાં અને વિક્રમની ૧૧મી સદીના પ્રારંભમાં વિદ્યમાન રાષ્ટ્રકૂટ નરેશ કૃષ્ણરાજ (જા)ને માન્યમંત્રી ભારતની પ્રાર્થના-પ્રેરણાથી દિ મહાકવિ પુષ્પદંતે રચેલ સિદ્ધિ મહાપુરિસ ગુણલંકાર નામના અપભ્રંશ મહાકાવ્ય (મહાપુરાણ ૨ જા)માં પરિચ્છેદ (૬૯ થી ૭૯)માં પ્રકારાન્તરથી રામાયણની રચના છે.
મહામાત્ય ચામુંડરાયે કનડીભાષામાં રચેલ ત્રિષષ્ટિલક્ષણ મહાપુરાણ-ચામુંડરાયપુરાણમાં પણ રામાયણ જણાય છે.
વિક્રમની બારમી સદીમાં વિદ્યમાન જણાતા છે. જેનાયાય ભદ્રેશ્વરસૂરિએ રચેલી વિસ્તૃત ગદ્યમય પ્રાકૃત કહાવલીમાં પણ રામાયણ જણાય છે.
આજથી સવાઆઠસો (૮૨૫) વર્ષો પહેલાં વિક્રમ સંવત ૧૧૯૮માં મહારાજા સિદ્ધરાજ જયસિંહના રાયકાલમાં ભગુકચ્છ (ભરૂચ)માં લખાયેલી પઉમરિયની તાડપત્રીય પ્રતિ વર્તમાનમાં જેસલમેર દુર્ગના ભંડારમાં (નં. ૧૫ર) વિદ્યમાન છે. તેને ઉલ્લેખ અમે જેસલમેરભંડાર-ગ્રન્થસૂચી (પૃ. ૧૭)માં કર્યો છે.
કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચન્દ્ર પરમહંત મહારાજા કુમારપાલની પ્રાર્થનાને અનુસરી રચેલા સંસ્કૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત મહાકાવ્યમાં સાતમા પર્વમાં જણાવેલ જૈન રામાયણ એ પ્રસ્તુત પમચરિયને અનુસરીને રચ્યું જણાય છે, જે ભાવનગરની જૈનધર્મ પ્રસારક સભા દ્વારા પ્રકાશિત છે. તથા તેને ગૂજરાતી અનુવાદ પ્રકાશિત છે.
અમેરિકન વિદુષી છે. હેલન એમ. જોહન્સને એ ત્રિષષ્ટિ શ. પુ. ચરિત્રના દશે પનું અંગ્રેજી ટ્રાન્સલેશન કર્યું છે, જે ગા. ઓ. સિરીઝમાં ૬ વોલ્યુમમાં પ્રકાશિત છે. તેમાં ૭મા પર્વ-જૈન રામાયણને પણ અંગ્રેજી અનુવાદ છે.
આ. શ્રી હેમચન્દ્રના પટ્ટધર મહાકવિ રામચન્દ્રસૂરિએ રાઘવાયુદય, રઘુવિલાસ વગેરે રચના કરી છે.
વિક્રમની સત્તરમી સદીમાં થયેલા મવે. જૈન તપાગચ્છના મુનિ દેવવિજયજીએ સંસ્કૃત ગદ્યમાં રચેલ રામચરિત ઉપવું. આ. હેમચન્દ્રના પદ્યમય જૈન રામાયણને અનુસરે છે, તે પં. હી. હં. જામનગરથી પ્રકાશિત છે.
પઉમચરિય-પદ્મચરિતની ૧ તાડપત્રીય પ્રતિ, પાટણના સંધવીપાડાના ભંડારમાં ન. ૩૭૧ માં જણાવેલી છે, તે સ. ૧૪૫૮ માં પ્રાગ્રાટ જ્ઞાતિની રૂપલ શ્રાવિકા ( શ્રીજયાનન્દસૂરિની સાં. ભત્રીજી ) એ લખાવી હતી અને તે તપાગણના દેવસુંદરસૂરિના ઉપદેશથી સં. ૧૪૫૯ માં પત્તનીયકેશ (પાટણન્ના જ્ઞાનભંડાર) માં સ્થપાવી હતી. (એ ઉલ્લેખ માટે જુઓ અમારી સંપાદિત પાટણ જૈનભંડા-ગ્રન્થસૂચી તાડપત્રીય ૧ ભાગ (ગા. ઓ. સિ. નં. ૭૬, પૃ. ૨૨૭–૨૨૮)
જર્મનીના સુપ્રસિદ્ધ છે. હમન યાકેબીએ પ્રેસ કેપી માટે એને ઉપયોગ કર્યો જણાય છે. જર્મન યુદ્ધના પ્રસંગને લીધે તેઓ પ્રફે તપાસી શક્યા ન હતા, તેમ છતાં પ્રકાશક સંસ્થા ભાવનગરની જૈનધમ પ્રસારક સભાએ સ્વર્ગસ્થ પં. આનન્દસાગરસૂરિજી દ્વારા એના આધારે પ્રફે તપાસાવી વિક્રમ સંવત ૧૯૭૦ માં-ઈ. સ. ૧૬૧૪ માં આજથી ૫૬ વર્ષો પહેલાં આ મૂળ પઉમરિયને પ્રથમ પ્રકાશમાં મૂકવાનું યશસિવ કાર્ય બજાવ્યું હતું. - ૧ મુંબઈ–માણિકચંદ દિગંબર જૈન ગ્રન્થમાળા નં. ૪૧ સન ૧૯૪૦માં પ્રકાશિત, ડે. પી. એલ. વૈદ્ય દ્વારા સંપાદિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org