________________
[૧૦] વતિ-ગઠિકાઓ હતી, તેમ અર્ધચદિવાસુદેવ, પ્રતિવાસુદેવ અને બલદેની ગંડિકાઓ-ચરિતકથાઓની સંભાવના કરવામાં આવે છે.
બારસો વર્ષો પહેલાં થયેલા ૧૪૦૦ પ્રકરણકાર આચાર્ય શ્રીહરિભદ્રસૂરિની ધમમાતા યાકિની મહત્તરા જેને સ્વાધ્યાય કરતાં હતાં, તે પ્રાકૃત ગાથામાં ૧૨ ચક્રવર્તીઓ અને ૯ અર્ધચક્રવર્તીઓ (વાસુદેવ)ને પૂર્વાપર કમ સૂયવેલ હતા, તે ગાથા આ પ્રમાણે છે
" चक्किदुगं हरिपणगं, पणगं चक्कोण केसवो चक्की । સવ-રો, સવ-દુરશી, રવો શો ય !”
–શ્રીહરિભસૂચિરિત (પ્રભાવકચરિતમાં સુચિત) ભાવાર્થ-પ્રથમ બે ચક્રવર્તી થયા, પછી પાંચ વાસુદેવ, પછી પાંચ ચક્રવર્તીએ, તે પછી એક વાસદેવ અને એક ચક્રવર્તી થયા. પછી એક કેશવ (વાસુદેવ) અને એક ચક્રવર્તી, પછી એક કેશવ (વાસુદેવ) અને બે ચક્રવર્તીએ, પછી એક કેશવ (વાસુદેવ) અને એક ચક્રવર્તી થયા.
આવશ્યકસૂત્ર અને બીજાં આગમસૂત્રોની નિયુક્તિ, ભાષ્ય, ચણિ તથા વૃત્તિ-વ્યાખ્યાગ્રંથોમાં, ઉપદેશાત્મક ગ્રંથોમાં, તથા અનેક ચરિત-કથાકેશ ગ્રંથમાં, પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશાદિ ભાષામાં, સંક્ષેપ-વિસ્તારથી એ મહાપુરુષનાં ચરિત્ર મળી આવે છે.
જૈનેતર સમાજમાં વાલ્મીકિ રામાયણને અનુસરી અનેક કવિ-વિદ્વાનોએ રઘુવંશ, ઉત્તરરામચરિત, રાવણવધ (ભદિકાવ્ય), તુલસીદાસ રામાયણ વગેરેની રચના કરી છે, તેમ જૈન પરંપરામાં આ પ્રા. પઉમચરિયને અનુસરતી અનેક રચનાઓ છે.
વિક્રમની છઠ્ઠી સદી લગભગમાં થઈ ગયેલા છે. શ્રી સંઘદાસગણિ વાચકે પ્રાકૃતમાં રચેલી વસુદેવહિંડી નામની બહાકથામાં (૧૪મા મદનગાલંભમાં (પત્ર ૨૪૦ થી ૨૪૫) સંક્ષિપ્ત રામાયણ પ્રસંગ સૂચવેલ છે.
ક. જૈન નિતિગ૭ના માનદેવસૂરિના શિષ્ય શીલાચાયે વિક્રમ સંવત ૯૨૫માં પ્રાકૃત ભાષામાં ૧૨૬૦૦ શ્લોક-પ્રમાણ ચઉપમહાપુરિસચરિય (ચતુષ્પચારાત્મહાપુરુષચરિત) રચેલ છે. જેની તાકપાત્રીયપિથી વિ. સં. ૧૨૨૭માં કુમારપાલમહારાજાના રાજ્યમાં લખાયેલી મળે છે, જેને પરિચય અમે જેસલમેર ભંડાર-ગ્રન્થસૂચી (ગા. ઓ. સિ. નં. ૨૧, પૃ. ૩૯, તથા અપ્રસિદ્ધ પૃ. ૪૩-૪૪) માં કરાવ્યો છે. જે મૂળ ચઉપન્ન-મહાપુરિસચરિય ગ્રન્થ સને ૧૯૬૧માં પ્રાકૃત ગ્રન્થ પરિષદ (પ્રાકૃત ટેકસ સેવાયટી)માં નં. ૩ તરીકે પ્રસિદ્ધ થઈ ગયેલ છે, તેમાં ૪૪-૪૫મા મહાપુરુષ તરીકે બલદેવ રામ અને વાસુદેવી લક્ષ્મણનાં સંક્ષિપ્ત ચરિતો આપ્યાં છે. તેના અંતમાં ૨૯મી ગાથામાં સૂચન કર્યું છે કે
એ પ્રમાણે સંક્ષેપથી કથન કર્યું છે, તે વિસ્તાર પઉમરિય પ્રમુખ ચરિતોમાં પૂર્વાચાર્યોએ નિજ કરેલ છે. તે વિશેષ પ્રકારે જ જોઈએ
"इय साहियं समासेण, वित्थरो पउमचरिय-पमुहेसु । चरिएसु स विण्णेओ, पुवायरिएहिं गिट्ठिो ॥”
–વન્નપુરિવરિય (. ૨૭૬) –એમાં જણાવેલ પઉમચરિય એ પ્રસ્તુત ગ્રન્થ સમજી શકાય તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org