________________
માટે અભાવ તથા તિરસ્કાર તે સાંકેતિક વસ્તુ વિષે પ્રાપ્ત ન થવા જોઇએ. જેમ એક જ વસ્તુને પત્ની, માતા, પુત્રી વગેરે ભાવે મનાય પણ વસ્તુસ્થિતિ નિર્વિકાર છે તેમ આ દેવાનાં સ્વરૂપ સ્વતઃ નિર્વિકાર જ છે; માત્ર મને બળને પુષ્ટિ મળે અને પરિણામ ઈષ્ટ આવે એવા પ્રયાસ કરવા વૃત્તિને સ્થિર કરવા આલમ્બનની જરૂર હાવાથી અનેકમાં એકને સિદ્ધ કરતાં શિખવાનું છે. આસ પુરૂષો માને છે કે સર્વ સંકલ્પમાંથી ઉત્પન્ન થાય છે. સંપાભ્રમવં સર્વમ્, માટે આ મૂર્તિઓના સંકલ્પ જ્યારે જ્યાં સ્ફૂરે ત્યારે ત્યાંજ પ્રતીત થાય છે. ઇન્દ્રિયાના સ્વભાવ શરીર બહાર પ્રવૃત્ત થવાના છે તેથી મનેવૃત્તિ સ્થિર કરવા માટે બહિરાકૃતિનું નિર્માણુ છે. એના અધ્યાત્મિક અર્થથી એવા સ્વરૂપને અન્યથા અભાવ છે, એમ માનવા જરૂર નથી. સામાન્યતઃ સર્વ દેવાના સ્વરૂપમાં સર્વે મનેધમાં અનુકૂળ તથા પ્રતિકૂળ ભાવને દર્શાવતા અનુભવાય છે. ભય, આશ્ચર્ય અને વિષમતાની પ્રતિકૂળતામાં પ્રેમ, પરિચય અને શાન્તિની અનુકૂળતા ઘટેલી જણાય છે, અને તેનું ધ્યાન કરતાં વૃત્તિ સ્થિર થતાં, વિધિ, નિષેધ, સગુણ, નિર્ગુણ, સુખ, દુઃખ આદિ દ્વન્દ્વોના ભેદ મટી સ્વપરને અભેદ સ્થિર થતાં તન્મયતા લીનતાના સાક્ષાત્કાર રૂપલ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે એવા જ આશય ગ્રહણ કરવાથી ઉત્કૃષ્ટતાની પરાકાષ્ટા સચવાય છે એમ માની, મનાવવા યત્ન કરી હઁસ દૃષ્ટિથી સ ંભાવિત સ્ખલનને સુધારી સારસુધારસ પાન કરવા નમ્ર સપ્રેમ સવિનય વિજ્ઞપ્તિ છે.
મુ. મુંબઈ, સ. ૧૯૭૩
વિજ્ઞાપક,
વિજયાદસમી । ગુલાબરાય વિ. કલ્યાણરાય હાથી.
KKKKK
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
******
www.umaragyanbhandar.com