________________
દાખલ થયા. ત્યાંથી વિનીત થયા બાદ તેમણે ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ કર્યો, જ્યાં આચાર્ય દિવાણી, કાકા કાલેલકર, શ્રી કૃપલાણું, શ્રી ધર્માનંદ કૌસંબી, પંડિત સુખલાલજી વગેરેના પરિચયમાં આવ્યા. પણ વિશેષ અભ્યાસ કરવાના સંયોગે ન હતા, એટલે વિદ્યાપીઠ છોડી વ્યવસાયમાં પડયા. '
. . . તેમણે પ્રારંભ ચિત્રકામથી કર્યો, કારણ કે તેનો તેમને શોખ હતા અને તેની કેટલીક પરીક્ષાઓ પસાર કરી ચૂક્યા હતા. ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી રવિશંકર રાવળનું આ બાબતમાં યોગ્ય માર્ગ દર્શન મળ્યું. તેમણે આ કામમાં સારી પ્રગતિ કરી, પણ છાત્રાલયની ગૃહપતિના આદેશને માન આપી શિક્ષકની કામગીરી સ્વીકારી. આજના સુપ્રસિદ્ધ સી. એન. વિદ્યાલયના તેઓ પ્રથમ શિક્ષક હતા અને તેમણે પાંચ વર્ષ સુધી તેની જવાબદારી સંભાળી હતી. : - તે પછી તેમણે લેખનપ્રવૃત્તિ આદરી અને બાળપયોગી નાનાં નાનાં પુસ્તક લખવા માંડ્યા. પરિણામે બાલગ્રંથાવલી, વિદ્યાથી વાચનમાળા, કુમાર ગ્રંથમાળા વગેરેનું નિર્માણ થયું. પછીથી તેમણે પિતાનું પ્રેસ કરી “વિદ્યાથી” અને “નવી દુનિયા.” જેવા સાપ્તાહિકે દ્વારા વિદ્યાથીઓનું આદર્શ જીવન–ઘડતર કરવા પ્રયાસ કર્યો, પણ આર્થિક ખોટને કારણે તે બંધ કરવા પડ્યાં..
તેમની લેખનપ્રવૃત્તિ વચ્ચેનાં શેડાં વર્ષ બાદ કરતાં આજ સુધી ચાલુ રહી છે અને પરિણામે નાના-મોટાં ૩૫૮ જેટલા ગ્રંથનું સર્જન થયું છે. તેમાં તેમણે ધર્મ, તત્ત્વજ્ઞાન, મંત્ર તથા યોગ જેવા વિષયોને પણ આવરી લીધા છે. વડોદરાના સ્વ. મહારાજા સયાજીરાવને હીરક મહોત્સવ ઉજવાય, ત્યારે તેમની જીવનરેખા લખવા માટે તેમની ખાસ પસંદગી થઈ હતી અને તેમણે લખેલી એ જીવનરેખાની બે લાખ પ્રતિઓ પ્રસિદ્ધ થવા પામી હતી. “વિશ્વવંદ્ય પ્રભુ મહાવીર નામની તેમની પુસ્તિકા પણ ૧ લાખને આંકડે જેવા પામી હતી