________________
૧૪
સેવાઓની માંગણી કરે ત્યારે તેવા હોદ્દા કે પદ છોડીને ગુજરાતની સેવા માટે હું સદાય તત્પર છું.”
સમાજવાદી સમાજરચનાની વિચારસરણી ધરાવતા શ્રી શાહે એક રાજ્યપાલ તરીકે અનેક રાજ્યપાલ માટે માર્ગદર્શકરૂપ સુંદર દષ્ટાંત રજૂ કર્યું છે. એઓશ્રીએ તામીલ ભાષા શીખી મદ્રાસના -ગામડે ગામડે ફરી આમજનતાને મળી ત્યાં ને ત્યાં તેના પ્રશ્નો પર ચર્ચા–વિચારણા કરી એનો ઉકેલ આણવા અનેક પ્રયત્નો કર્યા છે અને હજી પણ કરી રહ્યા છે.
આજે સામાન્યમાં સામાન્ય માનવી એઓશ્રીને સહેલાઈથી મળી શકે છે. દરેક રાજ્યપાલ કરતાં ઓછામાં ઓછો પગાર એઓશ્રીએ સ્વીકાર્યો છે. એમણે ખોટા દબદબાઓનું મહત્વ ઓછું કર્યું છે અને જનતાના હિતના કાર્યને મહત્ત્વ આપ્યું છે, જે ભારે આવકારદાયક છે.
શ્રી શાહ સ્વીકૃત જવાબદારીનું પાલન કરવામાં આટલા વ્યસ્ત હોવા છતાં ગણિત અને મંત્રશાસ્ત્ર જેવા વિષયોમાં પણ રસ લે છે અને તેથી જ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ભાઈએ તેમનો મંત્રદિવાકર નામનો ગ્રંથ તેમને અર્પણ કર્યો છે. - શ્રી શાહ દેશ અને સમાજની વધુ ને વધુ સેવા કરે, તે માટે સુરમાત્મા તેમને તંદુરસ્તભર્યું દીર્ધાયુષ્ય અપે, એવી પ્રાર્થના.