________________
Tલ
ગ્રંથલેખકને ટૂંક પરિચય - લેખક શ્રી શાંતિકુમાર જે. ભટ્ટ એમ. એ., એલ. એલૂ. બી..
તંત્રીશ્રી–મુંબઈ સમાચાર સાપ્તાહિક મંત્રદિવાકર'ના લેખક શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ તેમની અનેરી પ્રતિભા, તીવ્ર સ્મરણશક્તિ, સામાજિક સેવાઓ, તેમના વિશાલ સાહિત્ય સર્જન અને ગણિતસિદ્ધિ (Mathe
magic)ના અભુત પ્રયોગો માટે ગુજરાત અને ગુજરાત બહાર * સારી રીતે જાણીતા છે. આ તેમનો જન્મ સૌરાષ્ટ્રના દાણાવાડા નામના એક નાનકડા
ગામમાં તા. ૧૮-૩-૧૯૦૬ના રોજ એક સામાન્ય સ્થિતિના વણિક ' કુટુંબમાં થે. પિતા સામાન્ય દુકાનદારી કરીને જીવનનિર્વાહ ' ચલાવતા હતા, પણ સાહસિક અને પરગજુ હતા. માતા મણિબહેન
ધર્મપરાયણવૃત્તિના હતા અને સુંદર સ્મરણશકિત ધરાવતા હતા. શ્રી - શાહને તેમનાથી નાની બે બહેનો હતી. - આઠ વર્ષની ઉંમરે તેમણે પિતાનું શિરછત્ર ગુમાવ્યું અને
મુશ્કેલ સ્થિતિમાં આવી પડ્યા, પણ માતાએ જાતમહેનત કરીને ઉછેર્યા, તે સાથે ધાર્મિક સંસ્કારે પણ આપ્યા. તેમણે પ્રાથમિક અભ્યાસ વતનની ગામઠી નિશાળમાં પૂરો કર્યો અને વિશેષ અભ્યાસ માટે બાર વર્ષની ઉંમરે અમદાવાદના શેઠ ચીમનલાલ નગીનદાસ
છાત્રાલયમાં દાખલ થયા. ત્યાંના નિયમબદ્ધ જીવનથી તેમનું જીવન- ઘડતર ઉત્તમ પ્રકારે થયું. '
તેઓ અંગ્રેજી ચોથા ધોરણમાં હતા, ત્યારે તેમણે મહાત્મા ગાંધીજીની હાકલ સાંભળી સરકારી શાળા છોડી અને રાષ્ટ્રીય શાળામાં