Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થ
આ શંકાઓનું સમાધાન કરવામાં આવ્યું છે કે જ્યની વ્યાખ્યા પ્રસંગનુસાર કરવામાં આવે છે. સામાન્ય રીતે વ્રતગ્રહણનો પર્યાય જયેષ્ટના નિર્ણયમાં કામ આવે છે, પણ સુત્રવ્યાખ્યાનપ્રસંગમાં તો વ્રતપર્યાયને નહિ પણ લબ્ધિને મુખ્ય માનવામાં આવે છે. અને આથી સૂત્રવ્યાખ્યાન કરવાની જેનામાં લબ્ધિ હોય તે વયથી ભલેને લઘુ હોય પણ તે છ ગણાય. આથી એવા રત્નાધિક જણને વયજેઠે વંદન કર્યું તેમાં કશું જ અનુચિત નથી. વળી વ્યાખ્યાન પ્રસંગે તો વયજેયેઠે નમસ્કાર કર્યો છે આથી રત્નાધિકની આશાતનાનો પ્રસંગ પણ નથી.
"जह वि वयमाइएहिं लहओ सत्तत्थधारणापड़ओ। वक्खाणलद्धिमंतो सो चिय इह घेप्पई जेहो । आसायणा वि णेवं पडुच्च जिणक्यणभासयं जम्हा । वंदणयं राइणिए तेण गुणेणं पि सो चेव ॥"
-- આવો નિ ગાવ ૭૧૪–૭૧૫ (દીપિકા) આચાર્યો આવો નિર્ણય આપ્યો તે પાછળ તેમની દૃષ્ટિ શી હતી તેનું સ્પષ્ટીકરણ તેમણે વ્યવહાર અને નિશ્ચયનયના અવલંબનથી કર્યું છે. તેમણે જણાવ્યું છે કે વ્યવહારનું અનુસરણ કરવામાં આવે ત્યારે વય એ યેષ્ઠ ગણાય. પણ નિશ્ચયનયને મતે તો દીક્ષા પર્યાય કે વય એ પ્રમાણ નથી, પણ ગુણાધિય એ પ્રમાણ છે. માટે બને જ્યોને આધારે પ્રસંગ પ્રમાણે વર્તન કરવામાં કશો જ દોષ નથી. જૈન ધર્મમાં એક જ નય નહિ, પણ બન્ને નય જ્યારે મળે ત્યારે તે પ્રમાણુ બને છે. માટે બને નયોને માનીને પ્રસંગનુસાર વંદનવ્યવહાર કરવો. આ બન્ને નયોને મહત્ત્વ આપવું એટલા માટે જરૂરી છે કે ગુણાધિય એ આંતરિક ભાવ છે અને સર્વે પ્રસંગે એ આંતરિકભાવનું જ્ઞાન ક્વાર્થ માટે સંભવ નથી, માટે જ્યાં આંતરિક ભાવ જાણવામાં આવે એ પ્રસંગે તેને મહત્વ આપી વંદનવ્યવહારની યોજના નિશ્રય. દછિને મહત્વ આપી કરવામાં આવે તેમાં કશું ખોટું નથી, પણ સામાન્ય રીતે તો દીક્ષા પર્યાયે જે ૪ હોય તેને જ માનીને વંદનવ્યવહારની યોજના વ્યવહારને કરવી એ સુગમ લોકસંમત માર્ગ છે, કારણ, ગુણાધિય જાણવું લોકને માટે સુગમ નથી, પણ દીક્ષા પર્યાય જાણવો સુગમ છે; એટલે વ્યવહાર માની લીધું કે જેનો દીક્ષા પર્યાય વધારે તે મોટો એટલે વંદનીય
"न वओ एत्थ पमाणं न य परियाओ वि णिच्छयमएण । ववहारओ उ जुजइ उभयनयमयं पुण पमाणं ।। निच्छयओ दुन्नेयं को भावे कम्मि वट्टइ समणो। ववहारओ उ कीरइ जो पुव्वठिओ चरित्तम्मि ॥"
– આવ. નિ. ગા૦ ૭૧૬-૧૭ (દીપિકા) આમાંની અંતિમ ગાથા બૃહત્ક૯પભાષ્યમાં પણ છે, જુઓ ગા૦ ૪૫૦ ૬.
સંધ વ્યવસ્થા જાળવવા માટે આ પ્રકારનો વ્યવહાર જરૂરી છે, અન્યથા ગુણજયેક ગણાવા સૌ પ્રયત્ન કરે અને અવ્યવસ્થા ઊભી થાય. અને ગુણનું પરીક્ષણ સર્વથા સંભવ નથી, તેમ સર્વથા અસંભવ પણ નથી, માટે સામાન્ય વ્યવહાર એવો કે વ્રતક તે પેટ અને વંદનીય પરંતુ વિશેષ પ્રસંગે જ્યાં ગુણાધિજ્યના જ્ઞાનનો નિશ્ચય થાય ત્યાં તે ગુણાધિક પુરુષ પણ વંદનીય બને. આ જ કારણે લોકદષ્ટિથી અથવા તો વ્યવહારનયથી કરેલી વ્યવસ્થાને સ્વયં અહંત-કેવળીભગવાન પણ અનુસરે છે–એવું સ્પષ્ટીકરણ મૂળ ભાણકારે કર્યું છે. આ જ વ્યવહારની બળવત્તા છે. મૂળ ભાણકાર જણાવે છે કે વ્યવહાર પણ બળવાન છે. કારણ કે ત્યાં સુધી ગુરને એવી જાણ ન હોય કે મારો શિષ્ય કેવળી થઈ ગયો છે ત્યાં સુધી તે અહંત પોતાનો ધર્મ સમજીને છાસ્થ એવા ગુરુને વંદન કરે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org