Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
આગમયુગના વ્યવહાર અને નિશ્ચયનય : ર૯ નિર્યુકિતકારને મતે જે શ્રમણ યતમાન હોય; એટલે કે અપ્રમત્ત હોય તેનાથી થતી વિરાધના એ બંધકારણ નથી, પણ તેની આત્મવિશુદ્ધને કારણે તે નિર્જરારૂપ ફલ દેનારી છે. જે નિશ્ચયનયનું અવલંબન લે છે અને જે સમગ્ર આગમનો સાર જાણે છે તેવા પરમષિઓનું પરમ રહસ્ય એ છે કે આત્મપરિણામ એ જ હિંસા કે અહિંસા માટે પ્રમાણ છે અને નહિ કે બાહ્ય જીવની હિંસા કે અહિંસા. પરંતુ આ નિશ્ચયની વાતનું કેટલાક લોકો અવલંબન તો લે છે, પણ તેના વિશેનો યથાર્થ નિશ્ચય એટલે કે ખરા રહસ્યનું યથાર્થ જ્ઞાન જેમને નથી, તેઓ તો બાહ્ય ક્રિયામાં પ્રમાદી થઈને ચારિત્રમાર્ગનો લોપ જ કરે છે. સારાંશ એ છે કે પરિણામ પર જ ભાર મૂકી જેઓ બાહ્ય આચરણ; એટલે કે વ્યવહારને માનતા નથી તેઓ ચારિત્રમાર્ગના લોપક છે—માટે વ્યવહાર અને નિશ્ચય બનેનો સ્વીકાર જરૂરી છે –
"जा जयमाणस्त भवे विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ निजरफला अज्झत्थविसोहिजुत्तस्स ॥ परमरहस्समिसीणं समत्तगणि पिडगझरितसाराणं । परिणामियं पमाणं निच्छयमवलंबमाणाणं ॥ निच्छयमवलंबंता निच्छयओ निच्छयं अयाणंता। नासंति चरणकरणं बाहिरकरणालसा केइ ।।"
- નિર્ગુ િ૭૫૯-૬૧ "आह-यद्ययं निश्चयस्ततोऽयमेवालम्ब्यतां किमन्येनेति ? उच्यते--निश्चयमवलम्बमानाः पुरुषाः 'निश्चयतः परमार्थतो निश्चयमजानानाः सन्तो नाशयन्ति चरणकरणम् । कथम् ? 'बाह्यकरणालसाः' बाह्य वैयावृत्त्यादि करणं तत्र अलसाः-प्रयत्नरहिताः सन्तश्चरणकरणं नाशयन्ति । केचिदिदं चाङ्गीकुर्वन्ति यदुत परिशुद्धपरिणाम एव प्रधानो न तु बाह्यक्रिया । एतच्च नाङ्गीकर्तब्यम् । यतः परिणाम एव बाह्यक्रियारहितः शुद्धो न भवतीति । ततश्च निश्चय-व्यवहारमतमुभयरूपमेवाङ्गीकर्तव्यमिति ।"
- ओघनियुक्ति टीका गा० ७११ વંદનવ્યવહાર વિષે
શ્રમણોમાં વંદનવ્યવહારની રીત એવી છે કે જે છે એટલે કે દીક્ષા પર્યાયે જયેષ્ઠ હોય–વયથી યેષ્ટ હોય તે વંદ્ય છે. પણ જ્યારે સૂત્રવ્યાખ્યાન થતું હોય ત્યારે જે સૂત્રધારક હોય તેને યેક માનીને બીજા વંદન કરે. આ પ્રકારના વ્યવહાર ઉપરથી પ્રશ્ન ઉપસ્થિત થયો કે સૂત્રધારકને પણ જે કહી શકાતા હોય તો જેઓ માત્ર દીક્ષા પર્યાયથી—વયથી છ હોય અને સૂત્ર કે તેનું વ્યાખ્યાને જાણતા ન હોય તેમને વંદન કરવાથી શો લાભ?—
"चोएति जइ हु जिहो कहिंचि सुत्तत्थधारणाविगलो । वक्खणलद्धिहीणो निरत्थयं वंदणं तम्मि ॥"
– આવ. નિ. ગા૦ ૭૧૨ (દીપિકા) વળી સૂત્રવ્યાખ્યાન પ્રસંગે જયેકની વ્યાખ્યામાં વયજયેક કરતાં રત્નાધિકને છ માનવો એમ મનાયું તો પછી રત્નાધિક શ્રમણ ભલેને વયથી લધુ હોય પણું જે વયથી જે એવો શ્રમણ તેની પાસે વંદન કરાવે તો તે શું એ રત્નાધિકની અશાતના નથી કરતો ?—
"अह वयपरियाएहिं लहुगो वि हु भासओ इहं जेहो । रायणियवंदणे पुण तस्स वि आसायणा भंते ॥"
– આવ. નિ. ગા૦ ૭૧૩ (દીપિકા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org