Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
આગમયુગના વ્યવહાર અને નિશ્ચયનયો : ૩૩ કેમ બને છે તેની વિચારણા તો હતી જ. તેને આધારે સમગ્ર નિયોના સંદર્ભમાં શુદ્ધ-અશુદ્ધની વિચારણા કરવી એ ટીકાકારો માટે સરલ થઈ પડે તેમ હતું. આવી વિચારણા આચાર્ય જિનભદ્રના વિશેષાવશ્યક ભાણમાં અને તેની ટીકામાં થયેલી જોવા મળે છે. તેમણે સામાયિકક્રિયાના કરણ વિષેના વિચાર પ્રસંગે બધા નયોને બે વિભાગમાં વહેંચી નાખ્યા છે. શુદ્ધ અને અશુદ્ધ-અને કહ્યું છે કે અશુદ્ધ નયોની અપેક્ષાએ તે અમૃત છે અને શુદ્ધ નયોની અપેક્ષાએ કૃત છે. પણ સમય એટલે કે સિદ્ધાન્ત એવો છે કે તે કૃતાકૃત છે. સારાંશ એ છે કે વિભિન્ન નયો તેને કૃત કે અક્ત કહે છે પણ સ્યાદ્વાદને આધારે તેને કૃતાકૃત માનવું જોઈએ—એટલે કે પ્રમાણ દૃષ્ટિએ તે કૃતાકૃત છે.
-વિશેષાગા૦ ૩૩૭૦ આ ગાથાની ટીકા સ્વપજ્ઞ તો મળતી નથી, કારણ કે તે અધૂરી જ રહી ગઈ છે પણ તેની પૂર્તિ કરનાર કોઢાર્યની ટીકામાં જણાવવામાં આવ્યું છે કે – “અશુદ્વના: દ્રવ્યાર્થgધાના નૈમિત્રવ્યવહાર]: 1 तेषां मतेन अकृतं सामायिक नित्यत्वात् नभोवत् । द्रव्यार्थतः सर्वमेव वस्तु नित्यमिति पक्षधर्मत्वम् । शुद्धनयास्तु ऋजुसूत्रादयः। तेषां मतेन कृतं सामायिकं अनित्यत्वात् घटवत् । पर्यायार्थतः सर्वमेव अनित्यं कृतकं च वस्तु इति पक्षधर्मत्वम् । एवमेकान्ते भङ्गद्वयम् । अथ कृताकृतत्वमुभयरूपं स्याद्वादसमयसद्भावात् । तत् पुनरुभयरूपत्वं द्रव्यार्थपर्यायार्थनयविवक्षावशात् भवति ।”
-વિશેષ૦ ટીમો સારાંશ એ છે કે નૈગમ, સંગ્રહ અને વ્યવહારનો વ્યાર્થપ્રધાન છે; અને તે અશુદ્ધ નવો છે. દ્રવ્યોથપ્રધાન હોઈ તે વસ્તુને નિત્ય માને છે, પણ ઋજુસૂત્રાદિ એટલે ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ પર્યાયાર્થપ્રધાન છે; અને શુદ્ધ નયો છે. પર્યાયપ્રધાન હોઈ તે નો વસ્તુને અનિત્યરૂપે માને છે પણ સ્વાદમાં તો બધા નયોનો સમાવેશ હોઈ તે દ્રવ્ય અને પર્યાય બનેને સ્વીકારી વસ્તુને નિત્યનિય માને છે.
કોદાર્યની આ ટીકાનું અનુસરણ કરીને આ૦ કોટ્યાચાર્ય અને આ૦ હેમચંદ્ર મલધારી પણ શુદ્ધ-અશુદ્ધ નયોનો ઉક્ત વિભાગ માન્ય રાખે છે.
વળી, એક વસ્તુ એ પણ આમાં ધ્યાન દેવા જેવી છે કે નયો તે એક-એક અંત હોઈ એકાંત છે અને સ્યાદાદ તે એકાંતોનો સમન્વય કરતો હોઈ અનેકાંત છે.
જ્યોના આવા શુદ્ધાશુદ્ધ વિભાગને ધ્યાનમાં રાખીને જ આચાર્ય જિનભકે નિશ્ચયનયને શુદ્ધ નય કહ્યો છે કારણ કે તેમને તે વ્યવહાર એ અશુદ્ધ નયમાં સમાવિષ્ટ છે તે આપણે ઉપર જોયું. આચાર્ય જિનભકે મૂળ ગાથામાં “નેચ્છનયમUST અન્ના” (વિરોઘા ગા૦ ૧૧૫૧) ઇત્યાદિ કહ્યું છે પણ તેની પોતે જ રચેલી ટીકામાં કહ્યું છે કે- “શુદ્ધનામિણાથોમ”– ઇત્યાદિ. આથી ફલિત થાય છે કે તેઓ નિશ્ચયનયને શુદ્ધ નય માને છે.
નિગમ–સંગ્રહ-વ્યવહાર એ સમગ્રની સંજ્ઞા વ્યાવહારિક નય પણ છે એવો મત ચૂર્ણિમાં વ્યકત થયેલો છે અને એ જ પ્રસંગે ઋજુમૂત્રાદિ ચારને ચૂર્ણિમાં શુદ્ધ નયને નામે ઓળખાવ્યા છે આથી એ પણ ફલિત થઈ જાય છે કે શેષ જોગમાદિ અશદ્ધ નળ્યો છે, જેનું બીજું નામ વ્યાવહારિકનો પણ છે.--“વવદારરાખે ૫ કાન સંg-4વાર વવદ્યારિત્તિ નહિતા......૩qસુતા પુ0 વાણું યુદ્ધના ...... आव० चूर्णि पृ० ४३०।।
આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે વ્યવહાર એ અશુદ્ધ નય છે અને નિકય એ શુદ્ધ નય છે એવો અભિપ્રાય આગમની ટીકાના કાળમાં સ્થિર થયો હતો.
વળી, અહીં એક બીજી વિશેષતા તરફ પણ ધ્યાન દેવું જરૂરી છે; તે એ કે, આગળ આપણે સુ૦ ગ્ર૦ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org