Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૨ ઃ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ થસ્થ લોકવ્યવહારપરક છે અને નિશ્ચયનય એ પરમાર્થપરક છે. આ વસ્તુનો નિર્દેશ તેમણે ભગવતીસૂત્રગત ઉદાહરણનો આધાર લઈને જ કર્યો છે –
"लोगव्यवहारपरो ववहारो भणइ कालओ भमरो। परमत्थपरो भणइ णेच्छइओ पंचवण्णोत्ति ॥"
–વિશેષા ગા૦ ૩૫૮૯ આચાર્ય જિનભદ્ર કેવળ વ્યવહારને જ નહિ, પણ નૈગમને પણ લોકવ્યવહાર પર જણાવ્યો છે– “જમવંવદાર સ્ત્રોનઘવારતqRT”
–વિશેષo ૩૭ પણ જ્યારે ભાષ્યકાર વ્યવહારનયને લોકવ્યવહારપરક જણાવે છે અને નિશ્ચયને પરમાર્થપરક જણાવે છે ત્યારે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે નિયુક્તિકાળમાં તે નયોનો જે ક્ષેત્ર વિસ્તાર અને અર્થવિસ્તાર થયો હતો તે પણ ભાષ્યકાળમાં ચાલુ જ છે. તે હવે આપણે જોઈશું. વ્યવહાર-નિશ્ચય અને નો
આચાર્ય જિનભકે જ્યારે વ્યવહારને લોકવ્યવહારપરક કહ્યો અને નિશ્ચયનયને પરમાર્થપરક કહ્યો ત્યારે વળી તેમને તે બન્નેની એક જુદા જ પ્રકારે વ્યાખ્યા કરવાનું સૂઝયું. આપણે જાણીએ છીએ કે આચાર્ય જિનભદ્ર જૈન દર્શનને સર્વનયમય કહ્યું છે, એટલે કે જે જુદાં જુદાં દર્શનો છે તે એકેક નયને લઈને ચાલ્યા છે, પણ જૈન દર્શનમાં સર્વ નયોનો સમાવેશ છે—“ફૂમિટ્ટ સલૂળચમ કિમતનાવજ્ઞમચંત”—વિરોઘા ૭૨ . તેમણે કહ્યું છે કે – ___ “अहवेगनयमयं चिय ववहारो जं न सव्वहा सव्वं । सव्वनयसमूहमयं विणिच्छओ जं जहाभूअं ॥ ३५९० ।।"
– વિશેષા સંસારમાં જે વિવિધ મતો છે તે એકેક નયને આધારે છે, તેથી તે વ્યવહારનય કહેવાય કારણ કે તેમાં સર્વ વાતુનો વિચાર સર્વ પ્રકારે કરવામાં આવતો નથી, પણ સર્વનયના સમૂહરૂપ જે મત છે, એટલે કે જે જૈન દર્શન છે, તે નિશ્ચયનય છે, કારણ કે તે વસ્તુને યથાભૂતરૂપેયથાર્થરૂપે ગ્રહણ કરે છે. આનો અર્થ એ થયો કે લોકમાં જે વિવિધ દર્શનો છે તે વ્યવહારદર્શનો છે અને જૈન દર્શન તે પારમાર્થિક દર્શન હોઈ નિશ્ચયદર્શન છે.
વળી, નિશ્ચયનય જો સર્વનોનો સમૂહ હોય તો તે પ્રમાણરૂ૫ થયો અથવા તો અનેકાંત કે સ્યાદાદ થયો એ પણ એનો અર્થ સમજવો જોઈએ; એટલે કે નિશ્ચય" એ યશબ્દથી વ્યવહત છતાં તે સર્વનયોના સમૂહરૂપ છે. એટલે તે નય તો કહેવાય જ, છતાં પણ તેનું બીજું નામ પ્રમાણ છે, એમ દર્શનકાળમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. નયોને શુદ્ધ અશુદ્ધ વિભાગ
આગમોની નિયુક્તિ-ભાગ્ય-ચૂણિ આદિ ટીકાઓમાં વ્યવહાર-નિશ્ચયનયો દ્વારા વિચારણાનું ક્ષેત્ર વ્યાપક બન્યું છે. તેમાં દ્રવ્યાનુયોગ ઉપરાંત ચરણનુયોગમાં પણ નિશ્ચય-વ્યવહારનો પ્રવેશ થયો છે. અને વળી નિશ્ચયન એટલે શુદ્ધનય એમ પણ માનવામાં આવ્યું છે. આના મૂળમાં સમગ્રનયો વિષે શદ્ધ નય અને અશુદ્ધ નય કયો એવો જે વિચાર કરવામાં આવ્યો છે, તે છે. આપણે અનુયોગદારની આ પૂર્વે કરેલી ચર્ચામાં જોયું છે કે તેમાં નિગમનય ઉત્તરોત્તર અવિશુદ્ધમાંથી વિશુદ્ધ, વિશુદ્ધતર, વિશુદ્ધતમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org