________________
પરિશિષ્ટ બે
૧૯
વિનાના છે; પરંતુ એમાંના કેટલાક રાજાઓના વર્ષયુક્ત શિલાલેખો ઉપલબ્ધ હોઈ એ રાજાઓનો સમય નિર્ણિત કરવામાં સુગમતા સાંપડી છે.
આ રાજાઓએ પાડવેલા સિક્કાઓ બે પ્રકારના છે : ક્ષત્રપ તરીકેના અને મહાક્ષત્રપ તરીકેના. જો કે બંને પ્રકારમાં “રાજા' શબ્દ વિશેષણ તરીકે સર્વત્ર પ્રયોજાયેલું છે. ઘણીવાર એક જ વર્ષના ક્ષત્રપ અને મહાક્ષત્રપ ઉભયના સિક્કા સંપ્રાપ્ત થયા છે. આથી એવું અનુમાની શકાય કે ક્ષત્રપ સિક્કાઓ યુવરાજના હોય અને મહાક્ષત્રપ બિરુદવાળા સિક્કાઓ સત્તાધીશ રાજાના હોય. આથી એક સરળતા પ્રાપ્ત એ થાય છે કે કયો રાજા ક્યારે અને ક્યાં સુધી ક્ષત્રપપદે એટલે કે યુવરાજ તરીકે રહ્યો અને ક્યારે તે મહાક્ષત્રપપદ પામ્યો. અહીં એક પ્રશ્ન વિચારણાધીન રહે છે : ક્ષત્રપોના બધા સિક્કાઓ ઉપર “રાજા ક્ષત્રપ” અને “રાજા મહાક્ષત્રપ' એવું લખાણ ઉપસાવેલું જોવું પ્રાપ્ત થાય છે. અર્થાત્ “રાજા” વિશેષણ બિરુદાર્થે ઉભય પ્રકારના સિક્કાઓમાં છે. તેથી કોણ યુવરાજ અને કોણ મહારાજ તે ભેદ દર્શાવવા માટે યુવરાજ વાસ્તે “ક્ષત્રપ' અને મહારાજા સારુ “મહાક્ષત્રપ' બિરુદનો વિનિયોગ ક્ષત્રપ સિક્કાઓની વિશેષતા છે, તે સાથે યુવરાજ અને મહારાજા બંને સંયુક્તશાસન ચલાવતા હતા તેની પ્રતીતિ થાય છે. કોઠાને સમજવાની ચાવી
કોઠામાં છ કુલ પાનાં ઊભી સપાટીએ છે. તે તે ખાનું શું સૂચવે છે તેની માહિતી હવે અહીં પ્રસ્તુત કરી છે. ખાનાં એકથી છ સુધીનાં છે. ખાનું : તેની સમજૂતિ એક : લેખકનો પોતાનો સળંગ ક્રમાંક સૂચવે છે. બે : શક સંવતનાં વર્ષનો નિર્દેશ છે. ત્રણ : રાજા ક્ષત્રપનું નામ આપ્યું છે. (યુવરાજ) ચાર : રાજા મહાક્ષત્રપનું નામ આપ્યું છે. (મહારાજા) પાંચ : રેપ્સનના કેટલૉગનો ક્રમ નંબર દર્શાવ્યો છે. છે : જે તે સિક્કો કયા નિધિનો છે, તે ક્યાં સુરક્ષિત અને સંગૃહીત છે, ત્યાંનો ક્રમાંક કયો છે તે દર્શાવ્યું છે. ઉપરાંત જે તે સિક્કાના પ્રકાશનનો સંદર્ભ પણ આપ્યો છે.
સંક્ષેપસૂચિ કોઠામાંનું છઠ્ઠું ખાનું અન્વેષણની દષ્ટિએ અને સંદર્ભની રીતે મહત્ત્વનું છે. તેથી અહીં ઉપયોગાયેલા સંદર્ભની વિગતવાર માહિતીનો સંક્ષેપ રજૂ કર્યો છે. ૧. આસઇરિ : આર્કિયોલોજિકલ સર્વે ઑવ ઇન્ડિયા, એન્યુઅલ રિપૉર્ટ, પાર્ટ સેકન્ડ. ૨. એરિઆડિ : એન્યુઅલ રિપૉર્ટ ઑવ ધ આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ, બરોડા સ્ટેટ, ૧૯૩૫
૩૬, પૃષ્ઠ ૫૪-પ૬ અને ૬૧-૬૬ તથા ૧૯૩૬-૩૭, પૃષ્ઠ ૧૮-૨૦. ૩. કમ્યુભ : કચ્છ મ્યુઝિયમ, ભુજ. ૪. ગાંસંભા : ગાંધી સ્મૃતિ સંગ્રહાલય, ભાવનગર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org