Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૯મી સદી ચાલુ
૧૨-૯ બની અને વિચારવાન તથા સમજી લેકે એ ગૂંચવણમાંથી માર્ગ કાઢવાને પ્રયાસ કરતા હતા. આમ સમાજવાદને નામે ઓળખાતી વિચારસરણી પેદા થઈ. સમાજવાદ એ મૂડીવાદનું ફરજંદ હતું, તે તેને દુશ્મન પણ હતો અને ભવિષ્યમાં ઘણુંખરું તે તેનું સ્થાન લેવાને નિર્માયેલું હતું. ઇંગ્લંડમાં તેણે સૌમ્ય સ્વરૂપ ધારણ કર્યું ક્રાંસ અને જર્મનીમાં તે વધારે ક્રાંતિકારક હતા. યુનાઈટેડ સ્ટેટ્સમાં દેશની વિશાળતાના પ્રમાણમાં તેની વસતી અલ્પ હોવાને કારણે વિકાસને માટે પૂરેપૂરી તક હતી એટલે પશ્ચિમ યુરોપમાં મૂડીવાદે જે અન્યાયો અને દુઃખો પેદા કર્યા હતાં તે ત્યાં આગળ લાંબા વખત સુધી તેટલા પ્રમાણમાં ઉઘાડાં ન પડ્યાં.
૧૯મી સદીના વચગાળામાં જર્મનીમાં એક પુરુષ પેદા થયે જે ભવિષ્યમાં સમાજવાદને પયગંબર અને સામ્યવાદના નામથી ઓળખાયેલા સમાજવાદને જનક થવાને નિર્માયેલું હતું. તેનું નામ કાર્લ માકર્સ હતું. તે ગગનવિહાર કરનાર ફિલસૂફ કે કેવળ તાત્વિક સિદ્ધાંતોની ચર્ચા કરનાર અધ્યાપક નહતો. તે વ્યવહાર ફિલસૂફ હતા અને રાજકીય તથા આર્થિક પ્રશ્નોના અભ્યાસમાં વિજ્ઞાનની પદ્ધતિ લાગૂ પાડી એ રીતે જગતનાં દુઃખોને ઇલાજ શધવા માગતો હતો. તે કહે કે, ફિલસૂફીએ આજ સુધી કેવળ જગતનું નિરૂપણ કરવાનો પ્રયાસ કર્યો હતે. સામ્યવાદી ફિલસૂફીએ તેને પલટવાને પ્રયાસ કરે જોઈએ. એંગલ્સ નામના એક બીજા પુરુષની સાથે મળીને તેણે “સામ્યવાદી જાહેરનામું” (કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો) બહાર પાડ્યું. એમાં તેની ફિલસૂફીની રૂપરેખા આપવામાં આવી છે. એ પછીથી તેણે જર્મન ભાષામાં પાસ કેપીટલ” અથવા “કેપીટલ” નામનો એક મહાન ગ્રંથ બહાર પાડ્યો. એમાં તેણે વૈજ્ઞાનિક પદ્ધતિથી જગતના ઈતિહાસનું અવલોકન કર્યું છે અને સમાજ કઈ દિશામાં વિકાસ કરી રહ્યો છે તથા એ પ્રક્રિયાને કેવી રીતે વધારે ત્વરિત કરી શકાય એ દર્શાવ્યું છે. અહીં આગળ હું માર્સની ફિલસુફી સમજાવવાનો પ્રયાસ કરીશ નહિ. પરંતુ માકર્સના એ મહાન ગ્રંથે સમાજવાદના વિકાસમાં ભારે ફાળો આપે તથા આજે તે સામ્યવાદી રશિયાનું બાઈબલ લેખાય છે એટલું તું યાદ રાખે એમ હું ઇચ્છું છું.
૧૯મી સદીના વચગાળામાં ઈંગ્લેંડમાં બીજું એક પ્રસિદ્ધ પુસ્તક બહાર પડયું અને તેણે ભારે ખળભળાટ મચાવ્યો. એ પુસ્તક તે ડાર્વિનનું “જાતિઓની ઉત્પત્તિ” (ઓરિજીન ઑફ સ્પીસિઝ). ડાર્વિન નિસર્ગશાસ્ત્રી (નેચરાલિસ્ટ) હત– એટલે કે તે નિસર્ગનું અથવા કુદરતનું અને ખાસ કરીને છેડ તથા પ્રાણીઓનું નિરીક્ષણ કરતા હતા. કુદરતમાં છોડ તેમ જ પ્રાણીઓને વિકાસ કેવી રીતે થયે, કુદરતી વીણામણની ક્રિયા દ્વારા એક જાતિમાંથી બીજી જાતિ કેવી રીતે ઉદ્ભવી તથા સાદાં અથવા અલ્પાંગી પ્રાણીઓમાંથી ધીમે ધીમે જટિલ