Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૯૩૭
૧૯મી સદી ચાલુ
વિરાધી બળાના એવા તો શ ંભુમેળેા છે કે એ બધાંને એક વખતે નજર આગળ રાખવાનું કામ બહુ મુશ્કેલ થઈ પડે છે. મૂડીવાદ, સામ્રાજ્યવાદ, રાષ્ટ્રવાદ, આંતરરાષ્ટ્રીયવાદ તથા સંપત્તિ અને ગરીબાઈના આ અજબ પ્રકારના મિશ્રણની તારા મન ઉપર કેવી છાપ પડશે એનું ખરેખર મને આશ્ચર્ય થાય છે. પરંતુ ખુદ જીવન પણ એક અજબ પ્રકારનું મિશ્રણ છે. એ જેવું હોય તેવે સ્વરૂપે આપણે તેને સ્વીકાર કરવા જોઈએ, તેને સમજવા પ્રયત્ન કરવા જોઈએ અને પછી તેને સુધારવા મથવું જોઈ એ.
વિરોધી તત્ત્વાના આ શભ્રુમેળાએ યુરોપ તેમ જ અમેરિકાના ધણા લેાકાને વિચાર કરતા કરી મૂકયા. નેપોલિયનના પતન પછી સદીના આરંભમાં યુરોપના બધા જ દેશામાં નહિ જેવી જ સ્વતંત્રતા હતી. એના કેટલાક દેશામાં રાજાની આપખુદી વતી હતી અને કેટલાક દેશોમાં ઇંગ્લેંડની પેઠે નાનકડા - શ્રીમંત અને ઉમરાવ વ સત્તાધારી હતા. હું તને આગળ કહી ગયા હું તેમ સત્ર ઉદાર તત્ત્વોનું દમન કરવામાં આવતું હતું. પરંતુ એમ છતાંયે અમેરિકાની તેમ જ ક્રાંસની ક્રાંતિએ લેાકશાસન યા લેાકશાહી અને રાજકીય સ્વતંત્રતાના વિચારને ઉદાર મત ધરાવનારા વિચારકામાં પ્રચલિત અને લાકપ્રિય કર્યાં હતા. લેાકશાસન રાજ્ય તેમ જ પ્રજાનાં બધાં અનિષ્ટો તથા મુસીબતેાના પ્લાજ તરીકે લેખાવા લાગ્યું. લાકશાસનને આદર્શ એવા હતા કે તેમાં વિશિષ્ટ અધિકારોને સ્થાન ન હેાવું જોઈએ અને રાજ્યે પ્રત્યેક વ્યક્તિને સામાજિક તેમ જ રાજકીય દૃષ્ટિએ સમાન ગણવી જોઈ એ. અલબત્ત, લેાકેા ધણી બાબતમાં એકખીજાથી ભિન્ન હેાય છે; કેટલાક ખીજા કરતાં વધારે બળવાન હેાય છે, કેટલાક વધારે સમજુ અને નિઃસ્વાથી હાય છે. પરંતુ લેાકશાસનમાં માનનારાએ કહેતા કે બધા માણસાના રાજકીય દરજજો સમાન હોવા જોઈએ પછી ભલેને તેમનામાં ગમે એટલા ભેદો હાય. અને દરેક નાગરિકને મતના અધિકાર આપીને એ વસ્તુ સાધવાની હતી. પ્રગતિશીલ વિચારકા અને વિનીતાના (લિબરલ્સ ) લોકશાસનના ગુણામાં ભારે વિશ્વાસ હતો અને તે આણુવાને તેઓ ભારે પરિશ્રમ કરતા હતા. સ્થિતિચુસ્ત અને પ્રત્યાધાતી તેમના વિરોધ કરતા અને સત્ર તેમની વચ્ચે ગજગ્રાહ ચાલતા હતા. કેટલાક દેશોમાં તે ક્રાંતિ પણ થઈ. મતાધિકારનું ક્ષેત્ર વિસ્તૃત કરવામાં આવ્યું એટલે કે પાલમેન્ટના સભ્યો ચૂંટવા માટે મત આપવાના હક વધારે લેાકેાને આપવામાં આવ્યા તે પહેલાં ઇંગ્લંડમાં આંતરવિગ્રહ ફ્રાટી નીકળવાની અણી ઉપર હતો. પરંતુ ધીમે ધીમે ઘણાખરા દેશામાં લાકશાસનને વિજય થયા અને સદીના અંત સુધીમાં પશ્ચિમ યુરોપના દેશ તથા અમેરિકામાં કંઈ નહિ તે મોટા ભાગના લેાકાને મતાધિકાર તા મળ્યા. લોકશાસન યા લેાકશાહી એ ૧૯મી સદીના મહાન આદર્શો હતા, તે એટલે સુધી કે એ સદીને લેાકશાસનની સદી કહી શકાય. આખરે લોકશાસનના વિજય
-ર