________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૩૧ अभिधेयं चात्र मुख्यवृत्या चतुर्थस्तुतिनिर्णय एव, निरभिधेये (मंडूकजटाकेशगणनसंख्यायामिव) न प्रेक्षावतां प्रवृत्तिः । संबंधश्चात्र, वाच्यवाचकभावे नाम व्यक्त एव, प्रयोजनं तु चतुर्थस्तुतिसंशयगर्तपतितानां जनानामुद्धरणम् इति।
- અહીં પ્રસ્તુત ગ્રંથનો વિષય (અભિધેય) મુખ્યતયા ચતુર્થસ્તુતિનિર્ણય જ છે. અભિધેય રહિતમાં બુદ્ધિશાળીઓ પ્રવૃત્તિ કરતા નથી. જેમકે દેડકાને કેશ હોતા જ નથી. તેથી દેડકાના કેશની ગણતરી નિર્વિષયક હોવાથી તેમાં કોઈ બુદ્ધિશાળી પ્રવૃત્તિ કરતા જ નથી. પરંતુ પ્રસ્તુત ગ્રંથ નિર્વિષયક નથી. તેનો વિષય ચતુર્થસ્તુતિનિર્ણય જ છે.
પ્રસ્તુત ગ્રંથ ચતુર્થસ્તુતિનો નિર્ણાયક હોવાથી પ્રસ્તુત ગ્રંથ વાચક છે. અને “ચતુર્થસ્તુતિનો નિર્ણય' વાચ્ય છે. તેથી વાચ્યવાચક ભાવ સંબંધ વ્યક્તપણે જણાય જ છે.
પ્રસ્તુત ગ્રંથનું પ્રયોજન ચતુર્થસ્તુતિ વિહિત છે કે અવિહિત છે? શાસ્ત્રીય છે કે અશાસ્ત્રીય છે? આવા ચતુર્થસ્તુતિ વિષયક સંશયની ગર્તામાં (ખાઈમાં) પડેલા જીવોને બહાર કાઢવા તે છે.
(૨) આ વર્તમાનકાળમાં (અર્થાત્ પ્રાયઃ ૧૦૦ વર્ષ પૂર્વે) શ્રીરત્નવિજયજી (પાછળથી શ્રી રાજેન્દ્રસૂરિજી) અને શ્રીધનવિજયજીએ પ્રતિક્રમણના પ્રારંભમાં આવતા ચૈત્યવંદનમાં ત્રણ થાય કહેવાનો અર્થાત્ પરંપરાથી ચાલી આવતી ચાર થોયના બદલે ત્રણ થાય કહેવાનો) પંથ ચલાવ્યો છે. ત્રિસ્તુતિક મતનો પ્રારંભ કર્યો છે. પરંતુ તેઓનો તે મત જૈનશાસનના શાસ્ત્રાનુસારી નથી, તે વાતનો નિર્ણય અહીં લખાય છે – ચર્ચાય છે.
શ્રીરત્નવિજયજી ત્રણ થોયની સ્થાપના કરતી વખતે મુખ્યતયા નીચેના ગ્રંથોનો આધાર લેતા હતા. ૧. બૃહત્કલ્પની ગાથા. ૨. વ્યવહારસૂત્રની ગાથા. ૩. આવશ્યક સૂત્રની પારિષ્ઠાનિકા સમિતિનો પાઠ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org