________________
24
તું વિરામ નહિ પામે તો મૃત્યુનો ક્રૂર કાયદો તારા ઉપર કામ કરશે. મોક્ષ આત્મજ્ઞાનથી પ્રાપ્ત થાય. આત્મજ્ઞાન માટે આત્માનું શ્રવણ, મનન, નિદિધ્યાસન આ ત્રણ પ્રવૃત્તિ કરવી પડે, તે માટે નિર્મળ અંતઃકરણ જોઈએ. અંતઃકરણને નિર્મળ કરવા માટે નિષ્કામ ભાવે શુભ કર્મો કરવાં જોઈએ. જગતના પદાર્થો જાણવામાં આપણું જ્ઞાન રોકાયેલું છે, રોકાયેલા જ્ઞાનને ત્યાંથી પાછું વાળીને જાણનાર આત્મામાં જ્ઞાનને ઠેરવવું એવી જે પ્રવૃત્તિ છે તેને કહેવાય
છે પારમાર્થિક નિવૃત્તિ. * મોક્ષ એક એવી અવસ્થા છે કે જ્યાં તમે છો, પણ પ્રવૃત્તિ નથી. પુણ્ય-પાપ, શુભ
અશુભ નથી. તમે છો, પરમ આનંદ ને પરમ શાંતિ છે.
જ્યાં સુધી જીવને સંસારના પદાર્થો માટે તીવ્ર ઝૂરણા છે ત્યાં સુધી મોક્ષ સ્વભાવ પ્રગટ ન થાય. ર દૃષ્ટિમાં જે મૂંઝવણ પેદા કરે તેનું નામ દર્શન મોહ. ખોટું જે મનાવે તે દર્શન મોહ.
અસ્તિત્વનો ઈન્કાર કરે તે દર્શન મોહ. બોધ મળ્યા પછી દર્શનમોહની મંદતા થાય છે. દર્શનમોહનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય તો આત્મદર્શન થાય.
મુમુક્ષુ આત્માઓ આ ગ્રંથનું ઊંડાણથી અવગાહન કરી, ગ્રંથમાં જણાવેલ તત્ત્વજ્ઞાન અને સાધનાની પ્રક્રિયા દ્વારા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિટા રૂપી રત્નત્રયીની ઉપાસના કરી, પરમાનંદ પદને પામે એ જ મંગલમય કામના. અમારી મતિમંદતા અને છદ્મસ્થતાના કારણે આ સંકલન કાર્યમાં વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ તથા પૂ.ગુરુજીના આશય વિરુદ્ધ જે કાંઈ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડ.
યોગનિષ્ઠ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય કેશરસૂરીશ્વરજી મહારાજના
આજ્ઞાવર્તી પરમયોગિનીપ.પૂ. સાધ્વીજી જ્ઞાનશ્રીજી મહારાજના અંતેવાસી પરમવિદૂષી પ.પૂ. સાધ્વીજી વિનયશ્રીજી મહારાજની ચરણકિંકરી સાધ્વી પ્રિયદર્શનાશ્રી
વિ.સં. ૨૦૪૮ અyડ વદ-૩
તા. ૬/૭/૨૦૧૨, શુક્રવાર પૂ.ગુરુજીનો ૮૨ મો જન્મ દિન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org