Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
(૩૭) માનું છું અને ભાવના ભાવું છું કે પરમકૃપાળુદેવનું યોગબળ એ સર્વના આત્મોત્થાનમાં પ્રેરણારૂપ તથા કલ્યાણકારી બનો.
પ્રસ્તુત ગ્રંથનું આલેખન વિવિધ દૃષ્ટિકોણથી કર્યું હોવાથી તેમાં કેટલીક વાર અમુક વિચારણા કે મુદ્દાઓનું પુનરાવર્તન અનિવાર્ય બન્યું છે, જે સુજ્ઞજનોને સહજ સ્વીકાર્ય લાગશે જ. છદ્મસ્થાવસ્થાના યોગે તેમાં કોઈ પણ ક્ષતિ રહેવા પામી હોય અથવા જિનાજ્ઞાવિરુદ્ધ લખાણ થયું હોય તો સર્વ જ્ઞાની ભગવંતોની સાક્ષીએ ક્ષમા યાચું છું.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો આ સુદીર્ઘકાલીન અને અતિ વિસ્તૃત સંશોધનાત્મક અભ્યાસ મારી આત્મદશાના ઊર્ધીકરણમાં અત્યંત લાભપ્રદ નીવડ્યો જ છે અને મને શ્રદ્ધા છે કે અન્ય સહુને પણ તે આત્મોત્કર્ષકારી નીવડશે જ. સૌ અભ્યાસી આત્માઓને તેનું અનુશીલન આત્મશુદ્ધિ એવમ્ આત્મસિદ્ધિના પુરુષાર્થમાં સહાયરૂપ થાઓ એ જ પરમકૃપાળુદેવના શ્રીચરણોમાં પ્રાર્થના.
મહા સુદ ૫, વસંતપંચમી
વિ.સં.૨૦૫૭ તા. ૨૯/૧/૨૦૦૧ મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
રાકેશ ઝવેરી
www.jainelibrary.org