Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
(૩૬) શ્રી ધીરજલાલ મહેતા આદિ સર્વ પૂર્વવિવેચનકર્તાઓનાં લખાણો દ્વારા દિશાસૂચન પ્રાપ્ત થયું હતું, તે અર્થે આ સર્વ મહાનુભાવોનો કૃતજ્ઞભાવે ઉલ્લેખ કરું છું. ગ્રંથનિર્માણ દરમ્યાન પ્રત્યેક ગાથાના વિશેષાર્થની યોજના મુખ્યતાએ મૌલિકપણે રચાઈ છે, જ્યારે ભાવાર્થમાં પૂર્વવિવેચકોના અર્થઘટનને સમાવવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરેલ છે.
પ્રસ્તુત શોધપ્રબંધ તથા ગ્રંથનિર્માણમાં નિરંતર વિદ્વત્તાપૂર્ણ માર્ગદર્શન આપતાં રહેનાર વિદ્ધવર્ય ડૉ. શ્રી રમણભાઈ શાહના ઋણનો હું અંતઃકરણપૂર્વક સ્વીકાર કરું છું. મારા માટે તેઓ માત્ર માર્ગદર્શક નથી, અપિતુ એથી ઘણું વિશેષ છે. અનેક ક્ષેત્રોમાં તેમની બહુશ્રુતતાનો લાભ પામી હું ઉપકૃત થયો છું. અત્યંત વ્યસ્ત હોવા છતાં હંમેશાં ખુબ ઉમંગ. ચીવટાઈ અને સસ્મતાથી તેમણે ચકાસણી કરી આપી છે. તેમનો નિઃસ્વાર્થ પ્રેમ, નમતાપૂર્ણ વ્યવહાર અને ઉલ્લાસભર્યો સહકાર ક્યારે પણ ભુલાશે નહીં.
વિવેચનની હસ્તપ્રત તૈયાર થયા પછી લખાણને કયૂટરમાં તૈયાર કરી, શ્રીમતી સ્મિતાબેન કોઠારીએ સંશુદ્ધિ કરી, પ્રકાશન માટે તૈયાર કર્યું છે. સમય કે શ્રમની દરકાર કર્યા વિના સતત પ્રવીણતાપૂર્વક સેવા આપતાં રહી તેમણે આ કાર્યને વેગીલું રાખ્યું છે. તેમના સુપુત્ર, ભાઈ અપૂર્વ કોઠારીએ સંશોધનાદિ પ્રકીર્ણ કાર્યોમાં સર્વાગી સહાય કરી એક બાહોશ અંગત સચિવની ગરજ સારી છે. તેની ઉત્સાહસભર, કૌશલ્યપૂર્ણ અને નિષ્ઠાવંત સેવાએ મારો ઘણો સમય અને શક્તિ બચાવ્યાં છે. ડૉ. અતુલભાઈ શાહ પણ ગ્રંથનાં લખાણોની ઝીણવટભરી ચકાસણી, ભાષાવિષયક સૂચન, ગ્રંથમાં ચર્ચાયેલ વિષયોનું વર્ગીકરણ આદિ ગ્રંથ સંબંધી વિવિધ પ્રકારનાં કાર્યોમાં તેમની ચોકસાઈ, ખંત તથા તત્પરતાના કારણે ઉપયોગી નીવડ્યા છે. આ ત્રણ સાધકોને તેમજ શ્રી રાજુભાઈ શાહને સંદર્ભ ગ્રંથો ઉપલબ્ધ કરી આપવા માટે, કુમારી કલ્પના દોશી અને શ્રી પરાગ શાહને ઝેરોક્ષ કરી આપવા માટે તથા ગ્રંથનિર્માણના ભગીરથ કાર્યમાં ભક્તિસભર યોગદાન આપનાર સર્વ સાધકોને આ અવસરે અભિનંદું .
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિષેનો શોધપ્રબંધ અને ત્યારપછી ગ્રંથપ્રકાશનની યોજના જેમનાં પ્રેરણા, પ્રેમાનુરોધ તથા સ્નેહાશિષ વગર પ્રાગટ્ય ન પામત, તે મારાં દાદીમા શ્રીમતી સુશીલાબેન ઝવેરી અને મારાં માતા-પિતા શ્રીમતી રેખાબેન તથા શ્રી દિલીપભાઈ લલ્લુભાઈ ઝવેરી પ્રત્યે સવિશેષ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું. શોધપ્રબંધ તથા ગ્રંથપ્રકાશનના પુણ્યકાર્યમાં સર્વ પરિવારસદસ્યોએ આપેલ પ્રોત્સાહન, અનુમોદના તેમજ સહયોગ બદલ તે સર્વનો ઉપકાર વેદું છું.
આ સંશોધન કાર્યમાં તથા સદ્ભુતસેવાને સફળતાપૂર્વક પાર પાડવામાં જેમનું તન, મન અને ધનથી અનેરું યોગદાન રહ્યું હોવા છતાં જેમણે સ્વાર્થપૂર્તિ, ખ્યાતિપ્રાપ્તિ કે પ્રત્યુપકારની ખેવના રાખી નથી એવાં સહુ સ્વજનો અને આત્માર્થીઓનો આભાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org