________________
અનન્તા અશુભ કર્મોનો નાશ કરતા જઈને માનવજીવનને અને મુનિજીવનને ધન્ય બનાવી દે
છે.
|| ૧૩ || પાત્ર અને અપાત્ર દીક્ષાઓ
349699€
પણ સબૂર ! સારામાં સારા ગુરુ મળી જાય તેટલા માત્રથી દીક્ષા લઈ શકાય નહિ. એ અગુરુ જ્યારે પાત્રતા જુએ ત્યારે જ દીક્ષા લેવાય. દીક્ષા લેવાની તીવ્ર ભાવના હોય તો ય–જો તે અંગેની સદ્ગુરુને પાત્રના ન દેખાતી હોય તો–તે આત્માથી દીક્ષા ન લેવાય. ભાવનાના ઉછાળામાં બીજા કોઈ શિષ્ય-લાલચુ સાધુ પાસે દીક્ષા લઈ લેવામાં આવે તો એ દીક્ષા નિષ્ફળ ગયા વિના રહે નહિ. વિશિષ્ટ કોટિના સદ્ગુરુ પાસે પોતાની પાત્રતાનો નિર્ણય મેળવ્યા પછી જ જ માબાપની આશિષપૂર્વક (પંચસૂત્રમાં કહ્યા પ્રમાણેની વિધિ સાથે) દીક્ષા લેવી એ આ કાળમાં ખૂબ જ મહત્ત્વનું છે.
અપાત્ર દીક્ષિતોએ અને પાત્રતાવાળા દીક્ષિતોના કૃપાત્ર ગુરુએ વર્તમાન જૈન-સંઘને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં મૂકી દીધો છે. ખાસ કરીને બાળદીક્ષાઓએ અને સ્ત્રીદીક્ષાઓએ મોટા પ્રમાણમાં ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ કર્યું હોવાથી તેવા પ્રકારના મુમુક્ષુ આત્માઓએ તો વિશેષે કરીને અત્યંત સારા ગુરુની પહેલાં શોધ કરવી જોઈએ. અને પોતાની પાત્રતાને સારી રીતે વિકસાવવી જોઈએ. જેઓ આ બાબતમાં ઊણા રહે છે તેઓ જીવનભર સંકિલષ્ટ અવસ્થામાં રહીને એવું તીવ્ર ચારિત્ર મોહનીય કર્મ પણ બાંધી દે છે, જેના ઉદયકાળમાં તેમને જૈ ॥ ૧૩ II દીર્ઘકાળ સુધી મુનિ-જીવન પ્રાપ્ત જ ન થાય.