________________
સિવીતરાગ પ્રભુ બનવાની પ્રેરણા કરે છે એ હકીકત છે. આવી પ્રેરણા જે કરે... મૂર્તિ કે
ગુરુદેવ... તે બધા આપણા માટે તો સાક્ષાત્. ભગવાન છે. || ૧૪૩ || પ્રિભુપૂજનથી અહંકાર-નાશ
કામ, ક્રોધ વગેરે સર્વદોષોનો રાજા અહંકાર છે. એના ચૂરેચૂરા કરી નાંખવાની શક્તિ મિપ્રભુને કરાતા નમસ્કારમાં છે : તેમના ભજન-પૂજન કીર્તનમાં છે. બિ ગુણોમાં શ્રેષ્ઠ દયા (દયા ધરમ કા મૂલ હૈ) ને ગણવામાં આવે છે. પરન્તુ તેનાથી ય ચિડિયાતો એક ગુણ છે : કૃતજ્ઞતા.
કેમકે બીજાના દયા કરવામાં અહંકારની શક્યતા છે જ્યારે બીજાના ઉપકારનો સ્વીકાર કિરવા રૂપ-કૃતજ્ઞતા ગુણમાં અહંકારના ચૂરેચૂરા થાય છે.
આ જીવ કોઈને માથું ઝુકાવવામાં નાનમ અનુભવે છે. તેને ઝુકાવે છે માત્ર ભગવાન દિન (અને ગુરુ) તો ભગવાનનો કેટલો બધો ઉપકાર કે તે આપણા અહંકારના ચૂરા કરી દઈને હી આપણને ખુદને ભગવાન બનવા તરફની દિશામાં ગતિ કરાવે છે ! (અહં રે અહં, તું જાને મિ મરી, પછી મારામાં બાકી રહે તે હરિ.) | અહંકાર એ ડાયાબિટીસનો રોગ છે. તેના અસ્તિત્વમાં કોઈ પણ ગુણ વિકસતો નથી અને કોઈ પણ દોષ નાશ પામતો નથી. આવા ભયાનક અહંકારના નાશક પરમાત્મા કેટલા બધા પૂજનીય કહેવાય ! કેટલા બધા ઉપકારી કહેવાય ?
| ૧૪૩ ||.