________________
બિઅનુકંપા કરી નથી, જેણે સાધર્મિકનું વાત્સલ્ય કર્યું નથી, એ બિચારો જૈન ! માનવ-જીવન
હારી ગયો છે. અષ્ટાદ્ધિા ત્રિ
શિ ભક્તિના ત્રણ પ્રકારો : (૧) સાધર્મિકને જમાડવાની ભક્તિ કરવાથી તે ભાઈ જૈન શ્રાવકનાં પ્રવચનો
:Tધર્મમાં વધુ સ્થિર થઈ શકે. પ્રેમપૂર્વક-લાગણીથી જમાડવાથી અધર્મી ય ધર્મ ઉપર પુનઃ શ્રદ્ધા વાર્ષિક // ૧૫૮ || ધરાવતો થઈ જાય છે.
અગિયાર હિલ (૨) વિશેષ ભક્તિ દ્વારા ઉન્માર્ગે ચડી ગયેલાને યોગ્ય માર્ગે લાવવો. કોઈ ઊંધે માર્ગે | કર્તવ્યો
ચઢી ગયો હોય, ઘોર હિંસાદિના ખોટા ધંધા કરતો હોય તેને શાંતિપૂર્વક સમજાવવાથી યોગ્ય ધંધે દોરાવવા રૂપે સાધર્મિક ભક્તિ થઈ શકે.
(૩) દુષ્ટ સંગતિ દૂરકરણ : જૈન કુળમાં જન્મ થયા છતાં કોઈ માણસ ખરાબ સોબતે ચઢી ગયો હોય તો તેની કુસંગતિ દૂર કરાવવી, તેને યોગ્ય માર્ગે વાળવો તે પણ સાધર્મિક | ભક્તિ છે. એક આત્માને સાચા માર્ગે લાવવો, તેને તેની જવાબદારીનું ભાન કરાવવું. જ તમે જે ધર્મ પામ્યા છો તે બીજાને પણ પમાડો. તેને એવી પ્રેરણા આપો કે જેથી તે
ખરાબ સંગ છોડી દે, સિનેમા જોતો અટકી જાય. મુનિ ભગવંતોના વ્યાખ્યાનમાં લાવો, કી તેનામાં રહેલ દુર્ગણો દૂર કરવા માટે ભારે સાવચેતીપૂર્વક તેની ભક્તિ કરો. તેને સારી પ્રેરણા
આપો. આ ઊંચામાં ઊંચી ભક્તિ છે. સાધર્મિક ભક્તિના આ ત્રણ પ્રકારો-અપેક્ષાએ-ઉત્તરોત્તર ચિડિયાતા છે.
૧૫૮ ||