________________
|| ૧૯૧ ||
ધર્મક્રિયામાં સદ્ભાવવાળા અને કટ્ટર બનેલા આત્માઓએ તે ધર્મક્રિયાઓને જ ધર્મ બનાવવો જોઈએ. આ માટે એક પ્રાર્થના જ કરવાની છે કે, ‘મારી આ ધર્મક્રિયાના પ્રભાવથી મારા રાગદ્વેષાદિના પરિણામો ખતમ થઈ જાઓ.'
અનંતી વા૨ ધર્મક્રિયાઓ જીવે કરી છે પણ તેને મોક્ષ મળ્યો નથી. ધર્મક્રિયાથી તો સ્વર્ગાદિના સુખો જ મળે. મોક્ષ તો ધર્મ કરવાથી મળે. ઉપર મુજબની હાર્દિક પ્રાર્થનાથી ધર્મક્રિયાને જો ધર્મ બનાવી દેવાય તો મોક્ષ ઝટપટ મળી જાય.
આપણે જે વાર્ષિક અગિયાર ધર્મકર્તવ્યો જોયા તેને જો કુટુંબનો પ્રત્યેક સભ્ય બરોબર અમલમાં મૂકી દે તો પોતે જ નહિ, ઘણા બધા જીવો સુખી થાય, અન્ને મુક્તિ પામે.
ચાલો, આવા સરસ મજાના જીવનને તૈયાર કરવા વિલંબ ન કરીએ. ધર્મક્રિયાઓમાં કટ્ટર બનીએ. પ્રાર્થના કરીને તેને ધર્મ બનાવીએ. રૂડી મુક્તિને પ્રાપ્ત કરીએ.
KG G H I GO O O O O O O O O O THE
|| ૧૯૧ ||