________________
અભયા - તારામાં કાંઈ પાણી જ નથી.
કપિલા - ભલે. પણ જો તમારામાં પાણી હોય તો બતાવી દો એ પાણી. અષ્ટાદ્ધિક શિ.
કપિલાને થયું કે આ દર્શનની પત્ની છે. તેને છ છોકરાં છે. મને છેતરી તો હવે તેને Aિ શ્રાવકનાં પ્રવચનો
Aિ કાંઈક બતાવવું. તેણે સુદર્શનને પછાડવા નિર્ણય કર્યો અને તેને તે માટે અભયાને ઉશ્કેરી. વાર્ષિક // ૧૯૬ || શિ, નિ પછી કપિલાએ બધી વાત માંડીને કરી.
અગિયાર | અભયા - એક સ્ત્રી થઈને પુરુષ પાસે તું આવી મૂરખી બની ? ભલે. હવે હું તને કર્તવ્યો જ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે, ‘જો તે સુદર્શનને પરાજિત ન કરું તો અગ્નિમાં બળી મરીશ.”
- મહારાણી અભયા રાજમહેલમાં ગઈ. તેણે પોતાની ધાવમાતાને બધી વાત કરી. તે ડોશી # હતી. નાનપણથી અભયારે તેણે ઊછેરી હતી. તે ડાહી હતી. સમજુ હતી. તેણે કહ્યું, “સ્ત્રી તરીકે આમ વર્તવું તે યોગ્ય નથી. પરપુરુષ સાથે આવો વર્તાવ ન થાય.” પણ અભયાએ તેનું ય માન્યું નહીં. તે હવે રણચંડી બની હતી.
- થોડા જ સમયમાં અભયાને એક અવસર મળી ગયો. ઇન્દ્ર મહોત્સવનો દિવસ આવ્યો. 1 આ મહોત્સવ વખતે બધા પુરુષોએ ગામ બહાર અપવાદ વિના ચાલ્યા જવાનું હતું, જેથી સ્ત્રીઓ યથેચ્છ રીતે વર્તી શકે. આખા ગામમાં છૂટથી ફરી શકે. અભયાએ સ્ત્રીચરિત્ર ભજવ્યું. સુદર્શન બહાર ન ગયા, પણ રાજાની ખાસ પરવાનગી મેળવીને ઉદ્યાનમાં પૌષધ લઈને | કાયોત્સર્ગમાં સ્થિર થઈ ગયા. અભયાએ પોતાનું સ્ત્રીચરિત્ર શરૂ કર્યું. શેઠને ઊંચકીને એમને . ૧૯૬ II