________________
અષ્ટાહિકા
પ્રવચનો
|| ૧૯૪ || |
ગઈ. જેવા શેઠ અંદરના ખંડમાં પ્રવેશ્યા કે તરત કપિલાએ ધડાક દેતાં બારણાં બંધ કર્યાં, અને તે ખડખડાટ હસવા લાગી.
LG G G F G H
સુદર્શન- ક્યાં છે કપિલ ?
કપિલા - તે બહારગામ ગયા છે. સુદર્શન - તો કોણ માંદુ છે ?
કપિલા - માંદું ? કોઈ નથી. માંદી તો હું છું. મારા મનને જ્વર લાગુ પડ્યો છે. એનું નામ છે, કામજ્વર.’
કપિલાએ સ્ત્રીચરિત્ર પ્રકાશ્યું. નિર્લજ્જ થઈને ગમે તેવા ચેનચાળા કરવા લાગી. સુદર્શન શેઠ તો ડઘાઈ ગયા. હવે શું કરવું ? પોતાનું શીલ સાચવવા માટે જરૂર પડે માયા કરવી પડે, જૂઠાણું કરવું પડે તો તેમાં શાસ્ત્રની આશા છે. પોતાનું શીલ સાચવવું તે જ ખરો ધર્મ છે. માટે જૂઠું બોલવું પડે તો તે અધર્મ નથી, પાપ નથી. જ્યારે કપિલાએ પોતાનું પાપ તદ્દન પ્રકાશી દીધું, ત્યારે સુદર્શનને થયું કે હવે શીલ સાચવવું કેવી રીતે ? ક્ષણવારમાં નિર્ણય કરી લઈને તેમણે કહ્યું, ‘કપિલા ! ભલે તારી ઇચ્છા હશે તેમ જ થશે, પણ તારે મને આ વાત પહેલાં કહેવી હતી ને ? એમાં આટલી બધી ધમાલ શા માટે કરી ? મારે તને એટલું જ કહેવું છે કે તારા દેહસુખ માટે હું યોગ્ય નથી, કેમકે હું પુરુષમાં નથી.'
આ શબ્દો સાંભળતાં જ કપિલાના પગ નીચેથી ધરતી સરકવા લાગી. તે હતાશ થઈ
શ્રાવકનાં વાર્ષિક અગિયાર
કર્તવ્યો
|| ૧૯૪ ||