________________
અષ્ટાદ્ધિક
પ્રવચનો // ૨૦૦ ||
શ્રાવકનાં વાર્ષિક
આવ્યો છે, અને તેને લોહીની ઊલટી થઈ છે એટલે તે ખૂબ જ ગભરાઈ ગઈ. તેણે વિર શકે, “હવે લોકોને બધી જાણ થશે. મારી આબરૂ ધૂળમાં મળશે. આથી તેણે ગળે ફાંસો ખાઈને | આપઘાત કર્યો.” . ભયંકર આફતમાં ય સુદર્શન શેઠે જેવો શુદ્ધ પૌષધ કર્યો, તેવો પૌષધ સહુએ કરવો જોઈએ.
પૌષધવ્રતના દિવસ-રાતમાં લગભગ-સાધુજીવન જીવવાનું હોવાથી એ જીવનનો અપૂર્વ રસાસ્વાદ માણવાનો લ્હાવો મળે છે.
જે સાધુ ન થઈ શકે તે વર્ષ દરમ્યાન વારંવાર પૌષધ કરે, એથી ઢગલાબંધ પાપકર્મો ખપે અને પાપસંસ્કારો ખતમ થાય. પૌષધમાં રહેનાર ધર્માત્માને અડધો સંસારી-સાધુ કહી શકાય.
જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ અચાર્યું હોય કે બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડ.
અગિયાર કર્તવ્યો
૨૦૦ ||