Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 208
________________ || ૧૯૯ || હજી હતી કે સુદર્શન તરફ ભારે અનુરાગ ધરાવતી પ્રજા વીફરી જશે. આથી પ્રજાને શાન્ત રાખવા માટે રાજ સેવકો વારંવાર ઘોષણા કરતા રહ્યા કે, રાજાધિરાજ માને છે કે સુદર્શન આવું અકાર્ય કદી કરે નહીં, પરન્તુ જ્યારે તેઓ પોતાની વાત સ્પષ્ટ રીતે જણાવવાને બદલે મૌન રહે છે ત્યારે જ તેમને ફાંસીની સજા કરવી પડે છે.' આ વાતની ખબર સુદર્શન શેઠની પત્ની મનોરમાને પડી. તેને પૂર્ણ વિશ્વાસ હતો કે પોતાના પતિ આવું અકાર્ય કદી કરે નહીં. આર્યદેશના પતિ-પત્નીનું જીવન એવું હતું કે એકબીજાના પરસ્પરના શીલ અંગે શંકા પડે નહિ. મનોરમાએ શાસનદેવોને મનોમન આહ્વાન કર્યું, ‘હે શાસન દેવો ! તમે મદદે આવો. અને ધર્મની અવહેલનાને અટકાવો.' ‘હે દેવાત્માઓ ! પરમાત્માના શાસનની થઈ રહેલી અવહેલના મારાથી સહન થતી નથી.' આમ કહીને તેણે ચાર આહારનો ત્યાગ કર્યો, અને લોગસ્સના કાયોત્સર્ગમાં ઊભી રહી જ ગઈ. શાસનરક્ષા માટે લોગસ્સનો સામૂહિક કાયોત્સર્ગ રામબાણ ઉપાય છે. મનોરમાનો કાયોત્સર્ગ ફળ્યો. શાસનદેવનું બળ મદદે આવી ગયું. સુદર્શન શેઠને શૂળી પાસે લઈ જવામાં આવ્યા. શૂળી તૈયાર હતી. તે વખતે શાસનદેવે ત્યાં જઈને રાજાને સિંહાસન ઉપરથી ઊંચકીને નીચે ફેંક્યા. રાજાને લોહીની ઊલટી થઈ. રાજાએ બધું સમજી ગયા.તેમણે તરત સુદર્શન શેઠની ક્ષમા માગી. અભયાને ‘અભય’ આપવાનું નક્કી કરાવીને શેઠે રાજાને અભયાના કુકર્મની સાચી વાત કહી. આ બાજુ અભયાને ખબર પડી કે રાજાને સિંહાસન ઉપરથી ઊંચકીને ફેંકી દેવામાં || ૧૯૯ ||

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210