Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 206
________________ એમ રાજમહેલમાં તો ન લાવી શકાય એટલે અભયાએ યુક્તિ કરી. મોટાં મોટાં પૂતળાં રાજદરબારમાં લાવવામાં આવ્યાં અને બહાર મોકલવામાં આવ્યાં. “અંદર દાસી માંદી છે, તે | ૧૯૭ || માટે તેને બહાર લઈ જવામાં આવે છે. વળી તેને અંદર લાવવામાં આવે છે.” આવી જાહેરાતો થતી રહી. પછી જ્યારે મોકો મળ્યો કે તરત શેઠને મુશ્કેટાટ બાંધીને લઈ જવામાં આવ્યા. તે વખતે ય શેઠ કાર્યોત્સર્ગમાં હતા. શેઠને ઊભા રાખવામાં આવ્યા. તેમની પાસે અભયાએ થાય તેટલા બધાં સ્ત્રી ચરિત્ર કર્યા. કામવાસના ઉત્તેજિત કરવા ચિત્રવિચિત્ર | મહાવભાવ કર્યા, પણ શેઠ ઉપર તેની કશી જ અસર ન થઈ. શેઠના મુખ પરની એક રેખા પણ શિ ન ફરી. તે સંપૂર્ણ સ્વસ્થ ઊભા રહ્યા. તેમને ચલાયમાન કરવા અભયાએ ખૂબ ખૂબ પ્રયત્ન જ કર્યા. પરંતુ શેઠ તો નિર્વિકાર મુદ્રામાં શાંત ઊભા રહ્યા. છે જ્યારે અભયા થાકી ગઈ, શેઠને ચલાયમાન કરી શકી નહિ, ત્યારે હાથે કરીને પોતાના ગુણ શરીરે નખ માર્યા, લોહીના ઉઝરડાવાળું શરીર કર્યું. પછી ચીસો પાડવા લાગી, “દોડો દોડો, કિમ આ દુષ્ટ પુરુષ મને હેરાન કરે છે, મારી લાજ લેવા આવ્યો છે.” આ સાંભળીને ચોકીદારો છે દોડી આવ્યા અને ત્યાં જોયું તો સુદર્શન શેઠ સ્વસ્થ ઊભા હતા. ણ કેવી ભયંકર આફત ! કેવો ભયંકર પ્રપંચ ! સુદર્શન શેઠને પકડીને રાજા સમક્ષ ખડા કરવામાં આવ્યા. િરાજા તો હેરત પામી ગયા. તેને નવાઈ લાગી. સુદર્શન શેઠ આવું આચરણ કદી કરે છે || ૧૯૭ | શિખરા ? રાજાએ કહ્યું, “શેઠ, તમારા જેવા સજ્જનની આ દશા ! તમે તો ઇદ્રિય-વિજેતા

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210