________________
// ૧૯૫ //
ગઈ. તેણીએ કહ્યું, ‘એમ ! વારુ, તો તમે હેમખેમ પાછા જાઓ.’ સુદર્શન ત્યાંથી નીકળી જ ગયો. જતાં જતાં તેણે નિર્ણય કર્યો કે હવે પછી હું પારકે ઘેર કદી એકલો જઇશ નહિ. આ
જીવલેણ ઘાતમાંથી ઊગરી ગયા બદલ શેઠને ખૂબ આનંદ થયો. માં મહારાણી અભયા અને કપિલા ખાસ બેનપણી હતા. એક વખત મેળો ભરાયો. બગીમાં બેસીને કપિલા અને અભયા ફરવા નીકળ્યા હતા. તે પ્રસંગે અનેક સ્ત્રી-પુરુષો જતા આવતા હતા, ત્યાં સામેથી એક સ્ત્રીને આવતી જોઈ. તે સ્ત્રી સાથે છ છોકરાં હતાં. તે વખતે બે વચ્ચે વાર્તાલાપ થયો.
અભયા - કપિલા ! આ સામેથી આવે છે, તે સ્ત્રીને ઓળખે છે ? કપિલા - ના, આ સુંદર બાળકોવાળી સ્ત્રી વિષે કહો છો ? અભયા - હા, તે સુદર્શન શેઠની પત્ની છે, તેનું નામ મનોરમા છે. કપિલા - આ છોકરાં કોણ છે ? અભયા - એ છોકરાં સુદર્શન શેઠનાં છે. કપિલા - હેં ! તે શેઠ તો સંસાર માટે નકામા છે ! અભયા - બને જ કેમ ? કપિલા ચોંકી જઈને બોલી, ત્યારે શું તેણે મને મુર્ખ બનાવી ? અભયા - તને ન બનાવે ? તું છે જ એવી મૂર્ખ ત્યાં. કપિલા - મારી પાસે જૂઠું બોલ્યા અને નાસી છૂટ્યા.
|| ૧૯૫ /