________________
ગણાઓ છો ! તમારી કીર્તિ કેટલી પ્રકાશી રહી છે ? તો ય ધર્મને નામે તમે આ ધંધા કર્યા ! તમે મહોત્સવ વખતે ગામમાં રહેવાની રજા માગી, અને તમને રજા આપવામાં આવી અષ્ટાલિકા ની ત્યારે આવું અધર્મ કૃત્ય કર્યું !' પણ શેઠ કાંઈ જ બોલતા નથી. તેમનાં મોં ઉપર બે સદ્ગુણો તરવરતા હતા : (૧) સદાચાર (૨) અને કરુણા.
પ્રવચનો દ
(૧) શેઠ સદાચારી એટલે શીલવાન હતા. તેમને વિશ્વાસ હતો કે શીલની તાકાત તેમને
બચાવશે.
HCHE
(૨) તેમના હૃદયમાં અપાર દયા-કરુણા હતી. જો પોતે અભયારાણીનું નામ આપી દે તો રાજા તેને મારી નાંખે.
આ બે કારણે તેમને મૌન રહેવાનું જ પસંદ કર્યું.
ગામનો દરેક માણસ સુદર્શનને સદાચારી, સાત્ત્વિક, શીલમાં કટ્ટર માનતો હતો. તે એક મહાન્ પુરુષ છે તેવી તેમની ખ્યાતિ હતી. પણ સુદર્શન એક શબ્દ બોલતા નથી. જો કે રાજા તો સુદર્શન ઉપરનો એકપણ આક્ષેપ માનવા તૈયાર ન હતા. પણ જ્યારે તે મૌન જ રહ્યા, ત્યારે રાજાએ તેમને શિક્ષા કરી. તેમને ગધેડા ઉપર બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવ્યા. તેની સાથે સુદર્શનનો વાંકગુનો કહેવા માટે બીજા માણસો સુદર્શનની સાથે ચાલતા હતા. તેઓ બોલતા હતા કે, ‘મહારાણીની મર્યાદાનો ભંગ કરવાને કારણે સુદર્શનને વધસ્તંભે લઈ જવાય છે. આવું પાપ કરનારને ફાંસીની જ સજા હોઈ શકે.' રાજસેવકોની એ કલ્પના
ત્ર શ્રાવકનાં
ને વાર્ષિક
અગિયાર
કર્તવ્યો
|| ૧૯૮ ||