Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 198
________________ || ૧૮૯ || સહેલાઈથી ચાલ્યા જવું પડશે, કદાચ અનંતકાળ માટે, દરેક આત્માએ કટ્ટ૨૫ણે ધર્મ કરવો જોઈએ. જો કે ધર્મનો અર્થ આત્માના ગુણો થાય છે પરન્તુ તે ગુણોને પ્રગટ કરતી ધર્મક્રિયાઓ પણ ધર્મ કહેવાય છે. આંતરિક ગુણોરૂપ ધર્મને આપણે પામ્યા છીએ કે નહિ ? તેનો નિર્ણય કરવાનું કામ મુશ્કેલ છે પરન્તુ ધર્મક્રિયા (સામાયિક, પૂજા, પ્રતિક્રમણ, તપ કે જપ વગેરે) રૂપ ધર્મ તો કઈ પણ માણસને આંખે આંખ દેવાય. તેની ઉપરથી તે માણસની ધાર્મિકતા નક્કી કરી શકાય. 1343 344 ધર્મક્રિયામાં ભાવો જાગવાની વાત ઊંચી કક્ષામાં આવે, એ પૂર્વે સદ્ધાવ (શ્રદ્ધા) જગાડવો જોઈએ. અર્થાત્ ધર્મક્રિયાઓ અતિશય ગમતી હોવી જોઈએ. આવી રીતે જે આત્માઓ ધર્મ કરે છે તે ધર્મની પણ પોતાની પ્રચંડ શક્તિ છે. જંબુદ્રીપના ધર્માત્માઓના ધર્મ (ધર્મક્રિયાઓ)ના પ્રભાવે સમુદ્રોમાં ધસમસતી આવતી ભરતીનાં સર્વનાશક પાણીને એક લાખ સિત્તેર હજાર વેલંધર દેવો રોજ બે વાર પાવડાંથી પાછાં વાળે છે. જો એક વાર પણ ચૂકી જાય તો આખા જંબુદ્વીપ ઉપર દરિયો ફરી વળે. એ વાત સાચી છે કે માન્ત્રિકો વિષ-પ્રયોગ થયેલા માણસનું ઝેર સૂચી લે ત્યારે જ તે માણસ મોતથી ઊગરી જાય, પરન્તુ શરીરમાં પ્રસરેલું ઝેર ડંખ ભાગે લાવવું તો પડે ને ? તે સિવાય શી રીતે ઝેર ચૂસવાનું કામ થાય ? એટલે ઝેર ચૂસવા જેટલું જ ઉત્તમ કામ છે, ડંખ ભાગે બધું ઝેર ભેગું કરવાનું. ધર્મક્રિયારૂપ ધર્મ ડંખભાગે ઝેર લાવી દેવાનું કામ કરે છે. તે પછી ગુણાત્મક ધર્મ ઝેરને ચૂસી HO O O O G 9 ව HCHH || ૧૮૯ ||

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210