Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 197
________________ સુખ ભડથું થઈ જાય તો આપણને જરાય નવાઈ ન થાય. - આપણે તે ધર્મી કુટુંબોને જણાવવું જોઈએ કે તમારા જીવનમાં તમને જે કાંઈ કૌટુમ્બિક અષ્ટાદ્વિકા પ્રેમ, ચિત્તની પ્રસન્નતા, જીવનનો આનંદ મળી શક્યો છે એનું કારણ તમારો માત્ર પુરુષાર્થ આ | શ્રાવકનાં પ્રવચનો નથી અને માત્ર પુણ્યોદય પણ નથી કિન્તુ તમારો ધર્મભાવ છે. એણે જ તમારા જીવનને એક વાર્ષિક | ૧૮૮ | પ્રકારની સુંદર વ્યવસ્થા આપી છે. અગિયાર વર્તમાનકાળનાં જે રીતે ઉશૃંખલતાઓ તેની ભયજનક સપાટીને વટાવી ચૂકી છે એ કર્તવ્યો જોતાં પ્રત્યેક કુમારિકા કન્યાનું જીવન લગ્ન થતાવેંત છૂટાછેડા આદિની લટકતી તલવાર નીચે શરૂ થાય છે. પ્રત્યેક યુવાનનું જીવન યૌવન પામતાની સાથે ઉશૃંખલતાના ખડકો સાથે અથડાઇને તૂટવા લાગે છે. “જલદી મરી જવાય તો જાન છૂટે.’ આવો વિચાર કોણ નહિ કરતું હોય તે સવાલ છે. ધર્મના જ દૃષ્ટિકોણથી નહિ, પરંતુ વર્તમાનકાળના વિષમ બનેલા જીવનના દૃષ્ટિકોણથી | પણ સહુ સમજી લે કે સહુએ મોક્ષલક્ષી ધર્મના શરણે રહેવું જ જોઈએ. આ સિવાય સુખ, કે શાન્તિ, પ્રેમ, સંપ વગેરે ક્યાંય શોધ્યાં જડે તેમ નથી. આજનું શિક્ષણ, આજની સંપત્તિ અને - આજનું યૌવન કારમું અજીર્ણ પેદા કરનારાં છે. આવા જોખમી સમયમાં જો જીવન જીવવાની કળાને શીખવતા ધર્મતત્ત્વને શરણે નહિ જવાય તો મહામૂલું માનવ-જીવન હાથતાળી દઈને છટકી જશે. જ્યાંથી આપણે ભારે મુસીબતે બહાર નીકળ્યા છીએ તે પશુ જીવનમાં બહુ ૮૮ ||

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210