________________
લેવાની પ્રક્રિયા કહેવાય.
આ ઉપરથી સમજાશે કે ધર્મક્રિયામાં સદ્ધાવ અને કટ્ટરતા કેટલા બધા આવશ્યક છે ! ધર્મક્રિયારૂપ ધર્મ જ્યારે બરોબર ખીલે ત્યારે આત્માને મોક્ષ પ્રાપ્ત થાય. પણ એ વાત સમજી રાખવી કે જ્યાં સુધી તે મોક્ષ-પ્રાપ્ત થાય નહિ ત્યાં સુધીના સંસારભ્રમણમાં કોઈ દુઃખ ॥ ૧૯૦ II મા આવે નહિ. ટોચ સુખો મળ્યા વિના રહે નહિ. ભલા ! આ ય કોઈ નાનીસૂની વાત નથી. દોષોનો નાશ થઈને ગુણોનું પ્રગટ થવું એ બહુ ઊંચી કક્ષાની સારી વાત છે પરન્તુ સંસારી જીવને દુ:ખનાશ થઈને સુખપ્રાપ્તિ પણ ઈષ્ટ હોય છે. આ કામ ધર્મક્રિયારૂપ ધર્મ કરી આપે છે. આ રીતે જોતાં એમ કહી શકાય કે અચરમાવર્ત્ત તે કાળમાં કરેલી ધર્મક્રિયા ભલે મોક્ષફળ ન આપવાથી નિષ્ફળ ગઈ છે પરન્તુ દુ:ખમુક્તિ અને સુખપ્રાપ્તિનું ફળ તો તેણે જરૂર આપ્યું છે.
જીવ પાપક્રિયાઓ કરત તો તે દુર્ગતિમાં જઈને અત્યન્ત દુ:ખી થઈને સંસારકાળ ટૂંકો કરત. ધર્મક્રિયા કરનારા જીવનો સંસારકાળ ‘સુખી’ સ્થિતિમાં પૂરો થાય. આ ય કાંઈ નાનીસૂની સફળતા ન કહેવાય.
અષ્ટાક્ષિકા
પ્રવચનો
નવકારમન્ત્રના જપથી માંડીને સર્વવિરતિ જીવનની લોચ, વિહાર વગેરે ધર્મક્રિયાઓ ભલે કદાચ ભીતરના ભૂત-પલિતો (રાગ-દ્વેષના પરિણામો)ને ક્યારેક દૂર ન કરી શકે પણ તેઓ બહારના ભૂત-પ્રેતોને તો ક્યાંય ભગાડી ચૂકે,
එ ය ය ය ය ය ය ප
શ્રાવકનાં
વાર્ષિક
અગિયાર
કર્તવ્યો
|| ૧૯૦ ||